અમદાવાદ : સાબરમતીમાં ઝંપલાવી દિવ્યાંગ યુવાને આપઘાતનો પ્રયાસ,

0
40

અમદાવાદ: સાબરમતી નદીમાં આપઘાતનો સિલસિલો જારી છે. લોકો રિવરફ્રન્ટના વોક-વે પરથી ઝંપલાવી આપઘાત કરે છે. આજે સવારે ગોમતીપુરના 32 વર્ષીય દિવ્યાંગ યુવકે નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફાયરબ્રિગેડની રેસ્કયૂ ટીમે તેને બચાવી લીધો હતો. દારૂ પીવાની ટેવના કારણે યુવકને પરિવારજનો બોલતા હતા. રિવરફ્રન્ટ પોલીસે યુવકની વધુ પૂછપરછ શરૂ કરી છે.

સાહેબ મને પાછો પાણીમાં નાખી દો

ફાયરબ્રિગેડની રેસ્કયૂ ટીમને મેસેજ મળ્યો હતો કે, ગાંધીબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પરથી એક યુવકે ઝંપલાવ્યું છે. જેથી રેસ્કયૂ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી યુવકને બચાવી લીધો હતો. પોલીસને જાણ કરતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. યુવકની પૂછપરછ કરતાં તેનું નામ વિજય પરમાર (રહે. ગોમતીપુર) હોવાનું જણાવ્યું હતું. તેને દારૂ પીવાની ટેવ છે. દારૂ ન પીવે તો ઊંઘ નથી આવતી અને ઘરના લોકો આ બાબતે ઠપકો આપે છે. જેથી તેને આપઘાતની કોશિશ કરી હતી. વિજય પરમાર પગે અપંગ છે. ફાયરે તેને બચાવ્યો છતાં તેને ફરી નદીમાં નાખી દો તેવું ફાયરના કર્મીઓને જણાવ્યું હતું.

બાળકની લાશનો મેસેજ મળ્યો બહાર કાઢી જોતા હોજરીઓ નીકળી

આજે સવારે ફાયર રેસ્કયૂ ટીમ, 108 અને પોલીસને મેસેજ મળ્યો હતો કે રાયખડ પાસે ફૂટઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યાં નદીમાં એક પોટલું તરે છે જેમાં બાળકની લાશ હોય તેવું લાગે છે જેથી રેસ્કયૂ ટીમએ ત્યાં પહોંચી પોટલાને બહાર કાઢ્યું હતું. પોટલું ખોલી અંદર જોતા પ્રાણીઓની હોજરી મળી આવી હતી. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી. કોઈએ કતલખાને પ્રાણીઓનું કતલ કરી હોજરીઓને પોટલામાં બાંધી નદીમાં ફેંકી દીધી હોઇ શકે. પોટલામાંથી લાશ ન મળતા પોલીસે અને ફાયરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here