Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : સાબરમતી જેલમાં ભગવાનના ફોટા પાછળ અને દોરી પર સુકાતા કપડામાંથી...
Array

અમદાવાદ : સાબરમતી જેલમાં ભગવાનના ફોટા પાછળ અને દોરી પર સુકાતા કપડામાંથી મોબાઈલ ફોન મળ્યા

અમદાવાદ: હાઈસિક્યોરિટી ગણાતી એવી સાબરમતી જેલમાંથી ચાર મોબાઈલ મળી આવતા જેલની સિક્યોરિટી સામે સવાલો ઉભા થયા છે. બે દિવસ પહેલા જ સાબરમતી જેલમાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ગઈકાલે સાંજે જૂની જેલમાં બડાચક્કરમાં દરોડા પાડી દીવાલમાં ભગવાનના ફોટા પાછળ સંતાડેલા મોબાઈલ ફોન ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ 4 મોબાઈલ અને બે ચાર્જર કબ્જે કરી કેદીઓ સામે ગુનો નોંધ્યો છે.

સાબરમતી જેલમાં કેદીઓ મોબાઈલ ફોન વાપરતા હોવાની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળતા ગઈકાલે સાંજે અલગ-અલગ ટીમોએ સાબરમતી જેલમાં જૂન બડાચક્કર વિભાગમાં 3માં આવેલી બેરેક નંબર 3/1થી 3/4 તેમજ 3/Aમાં તપાસ હાથ ધરી હતી. બેરેક નંબર 3/2માં તપાસ કરતા દીવાલ પર લગાડેલા દેવી-દેવતાના ફોટા પાછળ તપાસ કરતા અલગ-અલગ કંપનીના 3 મોબાઈલ ફોન અને 1 ચાર્જર મળી આવ્યું હતું. બેરેક નંબર 3/Aમાં તપાસ કરતા બહારના ભાગે દોરી પર સુકાતા કપડામાંથી એક મોબાઈલ અને એક ચાર્જર કબ્જે કર્યું હતું. પોલીસે તમામ મોબાઈલ અને ચાર્જર કબ્જે કરી ફોનનો ઉપયોગ કરનાર કેદીઓ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments