Monday, October 18, 2021
Homeઅમદાવાદ : સાબરમતી નવી જેલના બેરેકમાં ફોન પર વાત કરતો કેદી CCTV...
Array

અમદાવાદ : સાબરમતી નવી જેલના બેરેકમાં ફોન પર વાત કરતો કેદી CCTV કેમેરામાં કેદ થયો

અમદાવાદ: નવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેરેકમાં છૂપાઈને ફોન પર વાત કરતો કેદી ઝડપાયો છે. સીસીટીવી કન્ટ્રોલ રૂમના પોલીસકર્મી કેદીને ફોન પર વાત કરતા સીસીટીવીમાં જોઈ જતાં જેલ સત્તાધીશોએ કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

નવી સાબરમતી જેલના કાચા કામના યાર્ડ નંબર 3 અને 4ના સીસીટીવી ફૂટેજ જેલ સહાયક તપાસ કરતા હતા ત્યારે શૈલેષ નાડિયા નામના કેદીની શંકાસ્પદ હિલચાલ જણાતા જેલ સહાયકે યાર્ડમાં જઈ તપાસ કરી હતી. કેદીની ઝડતી કરતા તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સીમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન કબ્જે કરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments