Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ, સુરત સહિત ના શહેરો માં હાર્દિક પાટીદાર સમાજ નો ગદ્દાર લખેલા...
Array

અમદાવાદ, સુરત સહિત ના શહેરો માં હાર્દિક પાટીદાર સમાજ નો ગદ્દાર લખેલા પોસ્ટર્સ લાગ્યા

અમદાવાદઃ 12 માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ વિરૂદ્ધ પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ, સુરતથી લઈ જામનગર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્દિક ગદ્દાર લખેલા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. પાટીદારોના ગઢ સમાન વરાછાના હીરાબાગમાં હાર્દિકને સમાજનો ગદ્દાર કહી પૂતળાનું દહન કર્યું હતું. જ્યારે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં પણ હાર્દિક પટેલ વિરૂદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે. તેમાં પણ જામનગરના ધ્રોલ અને અમદાવાદમાં લાગેલા પોસ્ટર્સ એક જ છે. આમ આ પોસ્ટર્સ પાછળ એક ખાસ જૂથ કામ કરતું હોવાની શક્યતા છે. જેમાં હાર્દિક ગદ્દાર કેમ તે સવાલના જવાબો પણ લખ્યા છે.

હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ?

અલ્પેશ કથીરીયાને જેલમાં મુકી પોતે રાજકારણમાં જોડાઈ ગયો
રાજકીય લાભ ખાટવા 14 પાટીદારોનો ભોગ લીધો
શહીદ પાટીદારોને ન્યાય અપાવ્યા વગર રાજકારણમાં પ્રવેશ્યો
પાટીદારોને ગધેડે ચઢાવી પાટીદારોના પ્રશ્નોને અધવચ્ચે મુકી રાજકારણના ઘોડી બેસી ગયો
પાટીદારોને માર ખવડાવી તથા પોલીસ સાથે દુશ્મની કરાવડાવીને હાર્દિક ગદ્દાર રાજકારણમાં જોડાઈ ગયો
પાટીદારોના કેટલાય દિકરાઓના જીવન સુધારવાની જગ્યાએ બરબાદ કરી રાજકારણમાં જતો રહ્યો
દરેક સમાજને એક પાટીદારની નમ્ર વિનંતિ છે કે, જે પોતાના પાટીદાર સમાજનો નથી થયો એ અન્ય સમાજનો શું થવાનો

અમદાવાદમાં મારામારી બાદ ઉશ્કેરાટ

પાસ નેતા હાર્દિક પટેલને સૌથી વધુ સમર્થન સુરતના વરાછામાંથી મળ્યું છે. વરાછા પાટીદારો ગઢ છે. હાલમાં જ તે કોંગ્રેસમાં જોડાયો છે. બે દિવસ પહેલા અમદાવાદમાં પાસના કાર્યક્રમ વખતે પોસ્ટરમાં હાર્દિક પટેલનો ફોટો હતો. તેમાં અલ્પેશ કથીરીયાના ફોટો ન હોવાથી અલ્પેશના સમર્થકો ઉશ્કેરાયા હતા. આ મુદ્દે હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે મારા-મારી થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments