અમદાવાદ : સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઊંચા ભાવે પુસ્તકો વેચી વેપારીકરણ કરવાનો આક્ષેપ

0
0

ઓલ ગુજરાત વાલી મંડળે અમદાવાદમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયલા) સરકારી ગ્રાન્ટ લેતી હોવા છતાં સ્ટેશનરીના સ્ટોલમાં બુકનું વેચાણ તથા વેપારીકરણ કરતો હોવાનો પત્ર લખીને ફરિયાદ કરી છે. ઉપરાંત DPS સ્કૂલની માન્યતા રદ થઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે એડમિશન આપતા હોવાની પણ ફરિયાદ કરી છે.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે વ્યાપારીકરણ કરવાનો આક્ષેપ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે, ઈન્ટેલિજન્સ બ્યૂરોને પત્ર લખ્યો છે, જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને DPS હિરાપુર સ્કૂલની ફરિયાદ કરી છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ સરકારી ગ્રાન્ટ લેતી સ્કૂલ છે અને 99 વર્ષના ભાડા પેટે સરકારે જમીન આપેલ છે. છતાં આ સ્કૂલમાં સ્ટેશનરી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને દિલ્હી તથા અન્ય રાજ્યોની પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકો સ્કૂલના વિદ્યાર્થીઓને ઊંચા ભાવે વેચવામાં આવે છે. ઉપરાંત અન્ય સ્ટેશનરીની જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ભણાવવામાં આવતી નથી, છતાં પણ બળજબરી પૂર્વક ખરીદવા મજબૂર કરવામાં આવે છે. શિક્ષકો જે સરકારના નિયમો મુજબ હોવા જોઈએ તેના બદલે ઉચ્ચ પગારથી રાખ્યા છે.

વાલી મંડળે લખેલો પત્ર
વાલી મંડળે લખેલો પત્ર

DPS ઈસ્ટ સ્કૂલ સામે પણ કાર્યવાહીની માંગ
DPS સ્કૂલ અંગે પણ વાલી મંડળે ફરિયાદ કરી છે, જેમાં DPS હિરાપુરની જમીન એન.એ થયેલ નથી છતાં ખોટા સોગંદનામાં એફિડેવિટ કરીને શિક્ષણ બોર્ડને ગુમરાહ કરીને નવી માન્યતા મેળવવા માટે ઓનલાઇન અરજી કરી છે. સ્કૂલને 50 લાખનો દંડ કરીને માન્યતા રદ કરવામાં આવી હતી અને ટ્રસ્ટી પર કેસ કરવામાં આવ્યો હતો છતાં DPSએ 2021-22માં પણ શિક્ષણ ચાલુ રાખ્યું છે. સ્કૂલને સરકાર હસ્તક લેવા પણ માંગણી કરવામાં આવી છે.

વાલી મંડળે DPS ઈસ્ટ સ્કૂલ સામે કરેલી ફરિયાદનો પત્ર
વાલી મંડળે DPS ઈસ્ટ સ્કૂલ સામે કરેલી ફરિયાદનો પત્ર

વાલી મંડળે IBને પત્ર લખ્યો
ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા પત્ર લખીને સેન્ટ ઝેવિયર્સ અને DPS બંને સ્કૂલો સામે તપાસ કરવાની માંગણી કરાઈ છે અને જો કસુરવાર જણાય તો કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here