અમદાવાદ : સ્કૂલોએ ફીમાં તફાવતના 50 લાખથી 3 કરોડ સુધી પાછા આપવા પડશે

0
0

અમદાવાદ: સુપ્રિમ કોર્ટે એફઆરસીએ નક્કી કરેલી ફી જ દરેક સ્કૂલને લેવા આપેલા આદેશથી સ્કૂલોએ ઉઘરાવેલી ફીમાંથી 50 લાખથી માંડ 3 કરોડ સુધીના તફાવતની રકમ વાલીઓને પાછી આપવી પડશે. વાલી મંડળે આ માટે સ્કૂલોને 7 દિવસનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે, તફાવતની રકમ આટલી સમયમર્યાદામાં નહીં મળે તો વ્યાજ સાથે તે પરત કરવી પડશે. તેમજ કોર્ટની અવમાનનો કેસ પણ થશે.

ફીમાં તફાવતની રકમ સ્કૂલોએ વાલીઓને ક્યાં સુધી પરત કરવી તેની સુપ્રીમ કોર્ટે કોઈ સ્પષ્ટતા કરી નથી. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સ્કૂલો સાત દિવસમાં ફીના તફાવતની રકમ પાછી નહીં આપે તો તેમની સામે કોર્ટની અવમાનનો કેસ કરીશું.

ફીના તફાવતની રકમ પાછી આપવામાં અમદાવાદ ઝોનની જાણીતી 30 સ્કૂલો પર અસર થશે. ગુજરાતની 250 સ્કૂલો પર ભાર વધશે. કારણ કે જે તે સમયે સ્કૂલોએ ઉઘરાવેલી ફીનો ખર્ચ એ જ વર્ષે કર્યો હોય છે. જેથી તફાવતની મોટી રકમ પાછી આપવા માટે સ્કૂલે લોન અથવા બીજી કોઇ વ્યવસ્થા કરવી પડશે. જે સ્કૂલો પાસે પૂરતા નાણા નહીં હોય તો તેના પર મોટી અસર થઇ શકે છે.

 સ્કૂલ સંચાલકોના મતે, મોટી રકમ વાલીઓને પરત કરનારી સ્કૂલોની આર્થિક સ્થિતી પર અસર થશે. જેમાં શિક્ષકોને પગાર ઘટી શકે છે, ફેસેલિટીમાં ઘટાડો થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અસર થશે, અધર એક્ટિવિટની ફીમાં વધારો થશે. કારણ કે તે ફરજિયાત ન હોવાથી સ્કૂલ સંચાલકો પોતાની રીતે ફી નક્કી કરી શકે છે. અમે હજુ જજમેન્ટની રાહ જોઇ રહ્યાં છીએ. સ્કૂલોએ ફીના તફાવતની મોટી રકમ પાછી આપવાની હોવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થશે. – અર્ચિત ભટ્ટ, પ્રેસિડેન્ટ, ખાનગી સ્કૂલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here