Monday, October 18, 2021
Homeઅમદાવાદ : હવે પરિણીતા દહેજની ફરિયાદ કરે તો સાસરિયાંની તાત્કાલિક ધરપકડ...
Array

અમદાવાદ : હવે પરિણીતા દહેજની ફરિયાદ કરે તો સાસરિયાંની તાત્કાલિક ધરપકડ થશે

અમદાવાદ: દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાની સત્તા અપાઈ છે, જે અંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માહિતગાર કરવા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ તાલીમ શરૂ કરાઈ છે.

કમિટીની ભલામણ બાદ જ પોલીસ ફરિયાદ નોંધતી હતી

અગાઉ કોઈ પણ પરિણીતા સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ દહેજ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની  (આઈપીસી કલમ-498- ક)ની ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓને પકડતી હતી, પરંતુ અમુક કિસ્સામાં મહિલાઓ ખોટી ફરિયાદો કરતી હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે 498(ક)ના કિસ્સામાં કમિટીની રચના કરવા સૂચના આપી હતી. કમિટીની ભલામણ બાદ જ પોલીસ ફરિયાદ નોંધતી હતી,

પરંતુ 498 (ક)ના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે 5 મહિના પહેલાં ફરી વખત પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને આરોપીઓની ધરપકડ કરવાની સત્તા આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કાયદા અને સજામાં કરેલા ફેરફારથી તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માહિતગાર ન હતા, જેથી વિસંગતતા ઊભી થતી હતી.

તેને ધ્યાનમાં રાખીને રાજ્યના તાલીમ વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને પરિપત્ર લખીને એક અઠવાડિયાની તાલીમ યોજવા સૂચના આપી હતી, જેના માટે કમિટી પણ બનાવાઈ છે. આ કમિટીમાં નિવૃત્ત જજ સોનિયાબહેન ગોકાણી, ડીસીપી પન્ના મોમાયા, ડીવાયએસપી મંજિતા વણઝારા, સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુકલાનો સમાવેશ થાય છે.

ટ્રેનિંગ કમિટીના રાજેન્દ્ર શુક્લાના જણાવ્યાનુસાર, છેડતીના કિસ્સામાં અગાઉ 2 વર્ષની સજાની જોગવાઈ હતી, પરંતુ સુપ્રીમે કરેલા કાયદામાં કરેલા સુધારા અનુસાર છેડતીના પ્રકારને જુદા પાડવામાં આવ્યા છે અને સજા વધારીને 7થી 10 વર્ષ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments