અમદાવાદ : હાટકેશ્વરમાં ભરઉનાળે મંદિરમાં ભુવો પડ્યો, પૂજારી ગરકાવ થતા ગંભીર ઈજાઓ

0
32

અમદાવાદ: હાટકેશ્વરના પ્રખ્યાત તામિલ સંપ્રદાયના શિતળા માતાના મંદિરના સંકૂલમાં આજે સવારે અચાનક જ ભરઉનાળે ભૂવો પડ્યો હતો. ભુવામાં મંદિરના પૂજારી ગરકાવ થયા હતા. પૂજારી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાટકેશ્વર વોર્ડમાં અગાઉ અનેક ભુવા પડી ચૂક્યા છે. આ મંદિરને અડીને બે માસ પહેલા પણ ભુવો પડવાની ઘટના બની હતી. AMCએ પૂરાણ કર્યું હતું. ગત ચોમાસા બાદ હાટકેશ્વરમાં સાતથી વધુ ભુવાઓ પડ્યા હતા.

આ મોડેલ માર્ગ પર એક માસ ઉપરાંતથી મોટી ગટર લાઈનનું ડિસ્ટલીગનું કામ હેવી મશીનરીથી ચાલી રહ્યું હતું. ત્યારે મંદિરમાં જ ભુવો પડતા મંદિરના ગુંબજ તેમજ મંદિરમાં મોટી તિરાડો પડતા મંદિર સકુંલ જોખમી બન્યું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળેટોળા મંદિરમાં ઉમટી પડ્યા હતા. ઘટના સમયે મંદિરમાં ઓછા લોકો હાજર હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here