Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : હાર્દિક પટેલ ની સજા પર સ્ટે ન આપવા સરકારની...
Array

અમદાવાદ : હાર્દિક પટેલ ની સજા પર સ્ટે ન આપવા સરકારની એફિડેવિટ

અમદાવાદ: પાસના નેતા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા મહેસાણા કોર્ટે આપેલી સજા પર સ્ટે મેળવવા કરેલી અરજીમાં રાજ્ય સરકાર છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી તારીખ પર તારીખ માગી રહી હોવાની રજૂઆત તેના વકીલે કરી છે. બીજી તરફ મંગળવારે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી આ સજા સામે સ્ટે ન આપવા માગ કરી હતી, જેમાં જસ્ટિસ એ. જી. ઉરેજીએ રાજ્ય સરકારને બુધવારે જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

હાર્દિકે તેની સામેના કેસની સજા પર સ્ટે મેળવવા એડવોકેટ આઈ.એચ. સૈયદ અને રફીક લોખંડવાલા મારફતે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. તેમાં છેલ્લા કેટલાક દિવસથી મુદત માગતા સરકારે મંગળવારે સવારે વધુ એક વખત મુદત મેળવવા હાઈકોર્ટ સમક્ષ માગ કરતા હાર્દિકના એડવોકેટે તેનો વિરોધ કર્યો હતો.

બીજી તરફ હાઈકોર્ટે સરકારને બપોરે અઢી વાગ્યા સુધીમાં આ કેસમાં એફિડેવિટ કરવા માટે આદેશ આપ્યો હતો. આથી સરકારે આ કેસમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે તેને આ કેસમાં મુક્તિ આપવામાં ન આવવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments