Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : હોટલ માં રૂમ ભાડે રાખી IPL મેચ પર સટ્ટો રમતા...
Array

અમદાવાદ : હોટલ માં રૂમ ભાડે રાખી IPL મેચ પર સટ્ટો રમતા મુંબઈના બે બુકી સહિત ત્રણની ધરપકડ

અમદાવાદ: પંચવટી વિસ્તારમાં આવેલી હોટલમાં રૂમ ભાડે રાખી આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતાં મુંબઈ ના બે પિતરાઈ ભાઈ સહિત ત્રણ બુકીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ મોબાઈલ અને રોકડ રકમ કબ્જે કરી છે.


ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગઈકાલે સાંજે પંચવટી-ગુલબાઈ ટેકરા રોડ પર આવેલી દેવઆદિ હોટલમાં ભાવિક ડગલી નામનો શખ્સ તેના માણસો સાથે આઇપીએલ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે જેના આધારે પોલીસે રેડ કરી ભાવિક ડગલી (રહે. પાલડી), વિવેક ઠક્કર (રહે. ઘાટકોપર, મુંબઈ) અને વંશ ઠક્કર (રહે. ઘાટકોપર, મુંબઈ)ની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પાસે રહેલા મોબાઈલમાં તપાસ કરતા ક્રિકેટ સટ્ટાની ચાર વેબસાઈટ ચાલુ જોવા મળી હતી. જેમાં બે અલગ અલગ એકાઉન્ટ ચાલુ હતા. અલગ અલગ આઇડીમાં લાખો રૂપિયાના બેલેન્સના વ્યવહાર પણ મળી આવ્યા હતા. પોલીસે વેબસાઈટના આઈડી આપનાર શખ્સની પણ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments