Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : 18 વિધાનસભા મત વિસ્તારમાં શાહનો રોડ શો, પાટીદાર સહિત 17...
Array

અમદાવાદ : 18 વિધાનસભા મત વિસ્તારમાં શાહનો રોડ શો, પાટીદાર સહિત 17 જ્ઞાતિઓ સ્વાગત કરશે

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહની ઉમેદવારીને લઈ ગુજરાત ભાજપે રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ રોડ શો 18 વિધાનસભામાંથી પસાર થશે. માત્ર એટલું જ નહીં, આ દરમિયાન બે પટેલ સમાજ સહિત 18 સમાજ(17 જ્ઞાતિઓ) અમિત શાહનું સ્વાગત કરશે. આ 18 જ્ઞાતિઓમાં ઠાકોર સમાજ, ધોબી સમાજ, જૈન સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ,પટેલ સમાજ(દરિયાપુર વિધાનસભા), ગૌસ્વામી સમાજ, મોચી સમાજ, રાજસ્થાની સમાજ, ભરવાડ સમાજ, નાયક સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, કડિયા સમાજ, દેવી પૂજક સમાજ, સુથાર-મિસ્ત્રી સમાજ, રબારી સમાજ અને પટેલ સમાજ(કલોલ વિધાનસભા)નો સમાવેશ થાય છે. આ સિવાય ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારી પણ તેમાં સામેલ થશે.

આ 18 વિધાનસભા મત વિસ્તારમાં રોડ શો યોજાશે
આ રોડ શો નારણપુરા, વેજલપુર, સાણંદ, અમરાઈ વાડી, મણિનગર, દાણીલીમડા, એલિસબ્રિજ, વટવા, દરિયાપુર, નિકોલ, અસારવા, નરોડા, ખાડિયા, બાપુનગર, સાબરમતી, દસક્રોઈ, ઘાટલોડીયા અને કલોલ સહિત 18 વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે.

સવારે 8.30 વાગ્યે રોડ શોની શરૂઆત
શાહના રોડ શોની શરૂઆત 30 માર્ચના રોજ સવાર 8.30 વાગ્યે નારણપુરામાં આવેલું સરદાર પટેલનું બાવલું-1થી શરૂ થઈને કલોલ વિધાનસભાના પાટીદાર ચોકમાં પુરો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments