અમદાવાદ : 3 કિશોરી સાથે સૂતી હતી, એકની પર દુષ્કર્મ થયું છતાં અન્ય બેને ખબર પણ ન પડી!

0
48

અમદાવાદ: મેઘાણીનગરમાં 13 વર્ષની કિશોરી સાથે કેટરિંગમાં કામ કરતા સહકર્મી યુવકે બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરા કેટરિંગનું કામ કરવા ગઈ હતી. કામ કરી કેટરિંગના ગોડાઉનમાં બધાની સાથે સૂઇ ગઇ હતી. તે દરમિયાન યુવકે રાતે સગીરાનો બ‌ળાત્કાર કર્યો છતાં તેની બાજુમાં સૂતેલી બીજી બે સગીરા ઊંઘતી જ રહી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. માતાને સગીરાના કપડાં પર સફેદ ડાઘા જોવા મળતા શંકા ગઈ અને તેને પેટમાં દુખાવો થતાં પૂછપરછમાં ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

મેઘાણીનગરની કુંભાજીની ચાલીમાં રહેતા 23 વર્ષીય કરણ ઉર્ફે કન્ના અમરતલાલ ચૌહાણે 13 વર્ષની કિશોરી સાથે મંગળવારે રાતે બ‌ળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં પીડિતા સગીરાની માતાએ જણાવ્યું હતુંં કે, ત્રણ મહિનાથી તે સરદારનગરમાં રહે છે અને કેટરિંગના રસોડામાં કામ કરે છે. મંગળવારે સવારે 11 વાગે તેમની ચાલીમાં રહેતા અને રસોડાનું કામ કરતા એક બહેને સગીરાની માતાને કહ્યું કે, મેઘાણીનગર રામેશ્વર બ્રિજ નીચે કેટરર્સ સંજય તિવારીને ત્યાં લગ્ન પ્રસંગનું કામ છે. સાંજે 5 વાગે કામ પતી જશે એટલે અમે પાછા આવી જશું એમ પણ જણાવી તેમની 13 વર્ષની દીકરીને લઇ ગયાં હતાં.આખો દિવસ કામ કરી સગીરાએ કામ પતી જતા સંજય તિવારીના કારીગર સબ્બો ઉર્ફે દદુને પોતાને ઘરે મૂકી જાવ તેવુ કહ્યું હતું.

જોકે મોડું થતાં તેને ત્યાં ગોડાઉનમાં જ ઊંઘી જવાનું કહેતા સગીરા, તેની સાથે રહેલી બે સગીરા તથા ત્યાં કામ કરતા કરણ ઉર્ફે કન્ના સાથે સૂઇ ગઇ હતી. એ બાદ કરણે રાત્રે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. તેની બાજુમાં અન્ય બે સગીરા પણ સૂતી હતી. જોકે દુષ્કર્મ થયો છતાં બંનેમાંથી કોઈને ખબર પણ ન પડી. ત્યાર બાદ પીડિતા સગીરા ઘરે જઈને સૂઇ ગઇ હતી. જોકે માતાએ તેના કપડા પર સફેદ ડાઘા જોયા હતા અને સગીરાને પેટમાં દુખાવો થતા માતાએ તેને પૂછ્યું ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. મેઘાણીનગર પોલીસે પોક્સો હેઠળ બળાત્કારની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here