Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ: 3 માસમાં 1500 જામીન અરજીનો નિકાલ,
Array

અમદાવાદ: 3 માસમાં 1500 જામીન અરજીનો નિકાલ,

સેશન્સ કોર્ટમાં ત્રણ મહિનામાં જ 1500 જામીન અરજીનો ઝડપી નિકાલ થતાં સેશન્સ જજ એસ. કે. પટેલે પોલીસ, વકીલો, કોર્ટ સ્ટાફનો આભાર માનતા કહ્યું છે કે, આ ભગીરથ કાર્ય એકલા જજથી ન થઈ શકે. ઝડપી કાર્યવાહી માં કોર્ટનો સ્ટાફ, સરકારી વકીલો, બચાવ પક્ષના વકીલો અને પોલીસનો સિંહફાળો હોવાથી હું તેમનો આભારી છું.’

સોમવારે સવારે 10.45 વાગ્યે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં જામીન અરજીઓ હાથ ધરતી કોર્ટના જજ એસ.કે.પટેલે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ સહિતના સરકારી વકીલો અને કોર્ટના સ્ટાફને બોલાવ્યા હતાં, જેના કારણે કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. તમામ લોકો કોર્ટ રૂમમાં ઉપસ્થિત થયા ત્યારે સેશન્સ જજ એસ.કે.પટેલે  ડાયસ પરથી કહ્યું કે, જામીન અરજીઓનો ઝડપી નિકાલ કરી લોકોને ઝડપી ન્યાય આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યા છે.

જે નિર્દેશો મુજબ છેલ્લા 3 માસમાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં અંદાજે 1500 જામીન અરજીનો નિકાલ કરાયો છે. તેમણે આ ભગીરથ કાર્યમાં પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.કે.દવેનો પણ આભાર માન્યો હતો. અને તેમના વિશે કહ્યું કે, તેઓએ પક્ષકારો અને વકીલોના હિતમાં પ્રશંસનીય વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે આ કામ સરળ રીતે પાર પડયું છે.

આ ભગીરથ કાર્ય એક માત્ર જજથી ના થઇ શકે. આ કાર્યમાં સરકારી વકીલો, બચાવપક્ષના વકીલો, કોર્ટ સ્ટાફ અને પોલીસે મહત્વની કામગીરી કરી છે, જેના કારણે ઝડપી કાર્યવાહી હાથ ધરી શકાઇ છે અને પક્ષકારોને ઝડપી ન્યાય મળ્યો છે. તેમણે એક તબક્કે હળવી શૈલીમાં કહેલું કે, ક્રિકેટમાં જે રીતે સચિન ઝડપી બેટિંગ કરતો હતો તે રીતે કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ કામ કરે છે, જેના કારણે જામીન અરજીઓની કામગીરીમાં કોઇ વિલંબ થતો નથી.

સ્ટાફે પણ સેશન્સ જજનો આભાર માનતા કહ્યુંં કે, કર્મચારીઓની કામગીરીને પ્રથમ વાર આ રીતે બિરદાવવવામાં આવી છે. કર્મચારીઓએ હસતા-હસતા કહેલું કે, હંમેશાં કર્મચારીઓને ટકોર જ સાંભળવી પડતી હોય છે, પરંતુ આજે જે રીતે જજ સાહેબે અમારી કામગીરીને બરદાવી છે જેનો વિશેષ આનંદ છે.

સેશન્સ કોર્ટના મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રોજની અંદાજે 60 જામીન અરજીનું બોર્ડ હોય છે. કયારેક 80 અરજી પણ હોય છે. જામીન અરજીઓના ભારણને ઘટાડવા માટે પ્રિન્સિપાલ સેશન્સ જજે પ્રસંશનીય વ્યવસ્થા ગોઠવી હતી,

તેમજ સેશન્સ જજ એસ.કે.પટેલે પક્ષકારોને ઝડપી ન્યાય મળે માટે વધુમાં વધુ જામીન અરજીઓની સુનાવણી હાથ ધરતા હતાં. જેના કારણે વધુમાં જામીન અરજીનો નિકાલ થતો હતો. એક વર્ષ અગાઉ રોજની 10થી 15 જામીન અરજીનો નિકાલ થતો હતો. પરંતુ જજ એસ.કે.પટેલ જે 9 માસથી રોજની 20થી 25 જામીન અરજીનો નિકાલ થાય છે.

સેશન્સ કોર્ટના ઇતિહાસમાં જજ કે. એસ. પટેલને સળંગ 4 વખત જામીન અરજીનો બિઝનેસ આપવામાં આવ્યો છે. જુલાઇ 2018થી જામીન અરજીનો બિઝનેસ જજ કે.એસ. પટેલને આપવામાં આવ્યો હતો. ત્યારથી લઇ તેમને સળગ 4 વાર આ બિઝનેસ અપાયો છે અને તેઓ 10 મે સુધી આ જામીન અરજીની કામગીરી સંભાળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments