અમદાવાદ: 5 યુવતીઓને વેચનારા બે આરોપી HIV ગ્રસ્ત, અન્યને પણ હોવાની પોલીસને શંકા

0
48

અમદાવાદ: ગુજરાતમાંથી કિશોરીઓ અને યુવતીઓનું અપહરણ કરીને બારોબાર પરણાવી વેચી દેવાના ગુનામાં પકડાયેલા બંને આરોપીઓ HIV ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે યુવતીઓને અન્ય યુવક સાથે પરણાવવામાં આવતી હતી તે યુવતીઓને પણ HIV હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે.

 

માયા સથવારા અને પ્રકાશ મરાઠી રિમાન્ડ પર:આ કૌભાંડમાં પોલીસે માયા સથવારા, પ્રકાશ મરાઠીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. જયારે યુવતીને રીક્ષામાં બેસાડીને અરપહરણ કરીને માયા સથવારા સુધી પહોંચાડનાર આનંદ અને શૈલેન્દ્રની પોલીસે મોડી સાંજે ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર માયા સથવારા તથા અન્ય આરોપીઓએ ભોગ બનેલી યુવતીને મીર્ઝાપુર ખાતે આર્યવ્રત મંગલમ નામની સંસ્થામાં યુવતીઓના લગ્ન કરાવતા હતા અને કેટલીક યુવતીઓના નામ બદલવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here