Sunday, September 19, 2021
Homeઅમદાવાદ: જમીન વિવાદમાં પરિવારે પતિની હત્યા કરી, પત્ની નો આરોપ
Array

અમદાવાદ: જમીન વિવાદમાં પરિવારે પતિની હત્યા કરી, પત્ની નો આરોપ

અમદાવાદ:નારોલમાં આવેલા રંગોલીનગર પાસેથી યુવકની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે કે, 50 કરોડની જમીનના વિવાદમાં તેમના જ પરિવારે હત્યા કરી નાખી છે. મૃતકની બંને આંખો કાઢી લેવામાં આવી છે. નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી લાશને પીએમ માટે મોકલી આપી છે.

હાથીજણ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા 42 વર્ષીય કનુભાઇ રામજીભાઇ પ્રજાપતિની આજે સવારે નારોલના રંગોલીનગર પાસેથી લાશ મળી આવી હતી. કનુભાઇની બન્ને આંખો ગાયબ છે અને તેમના મોત પર અનેક સવાલ ઊભા થયા છે. મૃતકની પત્ની રશ્મીબહેને આક્ષેપ કર્યો હતો કે, તેમની સાંતેજમાં જમીન આવેલી છે, જેનો 50 કરોડ રૂપિયામાં સોદો થયો છે. જમીનના વિવાદમાં કનુભાઇને તેમના બહેનો અને માતા-પિતા સાથે ઝઘડો ચાલતો હતો. અવારનવાર કનુભાઇ નારોલ આવતા હતા અને તેમની જમીન હડપ કરવા માટે ચિક્કાર દારૂ પીવડાવતા હતા. કનુભાઇ ‌ચિક્કાર દારૂ પીતા હતા ત્યારે તેમનો પુત્ર તેમને ઘરે લઇ જતો હતો.

દારૂનો નશો ઊતરી ગયા પછી કનુભાઇ કહેતા હતા કે, જમીનના દસ્તાવેજો પર સહી કરવા માટે દારૂ પીવડાવ્યો હતો. રશ્મીબહેને આક્ષેપ કર્યો હતો કે, ગઇ કાલે પણ કનુભાઇને ચિક્કાર દારૂ પીવડાવીને જમીનના કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ તેમની હત્યા કરીને આંખો કાઢી લીધી હતી. જમીન પચાવી પાડવા માટે પૂર્વ આયો‌જીત કાવતરું ઘડીને કનુભાઇની હત્યા કરાઈ છે.

50 કરોડ રૂપિયા હડપ કરવા માટે કનુભાઇને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો તેની પત્નીએ આરોપ લગાવ્યો હતો. નારોલ પોલીસે કનુભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી અને હાલ અકસ્માતથી મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ કનુભાઇના મોત કેવી રીતે થયું છે તે જાણી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments