અમદાવાદ : CBSE સ્કૂલો માં RTE પ્રવેશ માટે 6 વર્ષ ની વય ફરજિયાત

0
0

આરટીઇમાં એડમિશન માટે 5 એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ વર્ષથી આરટીઇમાંપણ સીબીએસઇ સ્કૂલોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ ફરજિયાત કરાઇ છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ગુજરાત બોર્ડની સ્કૂલો જ પસંદ કરવી પડશે. આ વર્ષે ઓનલાઇન ફોર્મ ભરતા સમયે બોર્ડ પસંદગીની સાથે જ બાળકના ઉંમરના પુરાવા આપવા પડશે. જો બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી હશે તો પોર્ટલ પર સીબીએસઇની સ્કૂલોનું લિસ્ટ ખુલશે નહીં.

 

આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર સૌથી પહેલા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ પસંદ કરવાના રહેશે. પસંદ કરેલા માધ્યમની જ 6 કિલોમીટરમાં આવેલી સ્કૂલોનું લિસ્ટ ઓપન થશે.

આરટીઇ અંતર્ગત સીબીએસઇ સ્કૂલમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ કરાઇ છે. વાલીઓ જે માધ્યમ પસંદ કરશે તે જ માધ્યમની સ્કૂલોનું લિસ્ટ પોર્ટલ પર જોઇ શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here