અમદાવાદ : PSI દેવેન્દ્રસિંહ આત્મહત્યા કેસ, પત્નીએ કહ્યું-7 દિવસમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરીશ

0
26

અમદાવાદઃપીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે તેની પત્ની ડિમ્પલ રાઠોડે સીબીઆઈ તપાસની માગ કરી હતી. તેણી કહ્યું કે, જો 7 દિવસમાં ન્યાય નહીં મળે તો ગાંધીનગર સ્થિત સચિવાલયમાં આત્મવિલોપન કરીશ, મને સરકાર અને પોલીસ પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. 4 મહિના બાદ પણ ન્યાય નથી મળ્યો. 7 ફેબ્રુઆરીએ પોલીસ કમિશનરે પણ ન્યાયની ખાતરી આપી હતી કે મૃતક પણ પોલીસકર્મી જ છે, ન્યાય મળશે. પરંતુ પાંચ મહિનાથી આરોપી પકડાયો નથી.

રિવોલ્વરમાંથ દાઢીના ભાગે ગોળી ખાઈ આત્મહત્યા કરી હતી
દેવેન્દ્રસિંહે 31 ડિસેમ્બર 2018માં આત્મહત્યા કરી લીધી હતી. 2016-2017ની બેચના 500 પીએસઆઈમાંથી ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડનોટમાં ઉલ્લેખ કર્યો હતો. પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળે તેના 6 દિવસ પહેલાં ઘરના પહેલા માળે બેડરૂમમાં ગળાથી થોડે ઉપર દાઢીના ભાગે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા દેવેન્દ્રસિંહે 3 પાનાની ચિઠ્ઠી લખી હતી, જેમાં પોતે નહીં હોય તો 3 વર્ષની દીકરીનું ધ્યાન કોણ રાખશે, તેની ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ડીવાયએસપી પટેલનો ત્રાસ દીકરીની ચિંતા કરતાં વધુ હોવાથી દેવેન્દ્રસિંહને મરવાનું વધારે સરળ લાગતા તેણે જીવન ટૂંકાવી દીધું હતું.

સુસાઈડ નોટમાં DYSP એન.પી.પટેલ પર ત્રાસ આપવાનો આરોપ

દેવેન્દ્રસિંહ રાઠોડે તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું મદદનીશ નિયામક આઉટડોર (DYSP એન.પી.પટેલ)ના ત્રાસથી આત્મહત્યા કરું છું. તે મને માનિસક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગણી કરે છે. એટલે મારી પાસે આત્મહત્યા સિવાય કોઇ વિકલ્પ નથી. આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે એન.પી.પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવો અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે. મારે 3 વર્ષની નાની પુત્રી છે. મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશથી હતો, પણ એન.પી.પટેલના ત્રાસથી તે વિચાર મેં ત્યાગી દીધો છે. આટલી ઈચ્છા છે કે, એન.પી.પટેલને આજીવન કેદ કરવામાં આવે. હું પૂરા હોશહવાશમાં આ નિવેદન આપું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here