અમદાવાદ : PSI પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારની બાતમી ન મેળવી શક્યા હોય તેઓને હવે આતંકવાદીઓની બાતમી માટે ATSમાં મુક્યા

0
180

અમદાવાદ: રાજ્યમાં દારૂ-જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા આવી બાતમી અને આવી પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ રહેલા PI-PSIને પોલીસવડાએ સસ્પેન્ડ કર્યા હતાં. જેમાં 30 PSIને રાજ્ય પોલીસવડા એ પરત નોકરી પર લેવા આદેશ કર્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે જે PSI પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારની બાતમી ન મેળવી શક્યા હોય તેઓને હવે આતંકવાદીઓની બાતમી માટે ATSમાં મુક્યા છે.

રાજ્યમાં હાઈ એલર્ટ વચ્ચે ગુજરાત એટીએસ હાલમાં ગુજરાતમાં સ્લીપર સેલ અને શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવી પડે છે. આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની માહિતી મેળવી તેઓની તપાસ પણ કરવાની હોય છે. તેવામાં જે દારૂ અને જુગારની બાતમી નથી મેળવી શક્યા તેવા આઠ પીએસઆઈને રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ અતિ સંવેદનશીલ એવી એજન્સી એવી એટીએસમાં આતંકવાદીની ગતિવિધિ પર નજર રાખવા અને ઝડપવા પોસ્ટિંગ આપ્યું છે.
આવા અધિકારીઓની પોસ્ટિંગ પર સવાલ ઉભા થયા છે કે જે બાતમી મેળવવા અને ડામવામાં નિષ્ફળ રહ્યા હોય અને સસ્પેન્ડ કર્યા હોય તો તેવા અધિકારીને રાજ્ય પોલીસવડાએ શા માટે સંવેદનશીલ એવી એજન્સી ગુજરાત એટીએસમાં પોસ્ટિંગ આપ્યું?
બાકીના 22 પીએસઆઈને પોલીસવડાએ અમદાવાદ, ડાંગ જેવી જગ્યાએ બિન સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં, સીઆઈડી ક્રાઈમમાં અને તાલીમ શાળા વડોદરામાં પોસ્ટિંગ આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here