Thursday, October 21, 2021
Homeઅમદાવાદ: PSI બની પતિને નોકરી આપવાના બહાને ગાયિકા પર દુષ્કર્મ, ધરપકડ
Array

અમદાવાદ: PSI બની પતિને નોકરી આપવાના બહાને ગાયિકા પર દુષ્કર્મ, ધરપકડ

અમદાવાદ: ખોખરામાં પીએસઆઈની ઓળખ આપી સુરેન્દ્રનગરની રહેવાસી અને ગાયિકા પર તેના પતિને નોકરી આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. ઘનશ્યામ દલવાડી નામના શખ્સની ઝોન-5 સ્ક્વોડની ટીમે ધરપકડ કરી હતી.

ગાયિકાએ પીએસઆઈની ખોટી ઓળખ આપી દુષ્કર્મ કરનાર સામે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો અસારવા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ પણ મદદના બહાને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પણ નોંધાવી છે.

સુરેન્દ્રનગરના દાલમીલ રોડ પર રહેતી અને પ્રસંગોમાં ગીત ગાવાનું કામ કરતી પરિણીતાની માતા બીમાર હોવાથી અસારવા સિવિલ હોસ્પિટલમાં માતા સાથે ગઈ હતી.  સિવિલ હોસ્પિટલમાં પીઆરઓમાં કામ કરતા શૈલેષ મકવાણાએ મદદ કરવાના બહાને તેમનો સાથે મિત્રતા કેળવી ફોટા પાડી તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ઘનશ્યામ દલવાડી લોકોને પીએસઆઈની ઓળખ આપી તોડ કરતો હતો. ગાયિકાને તે ટ્રેનમાં મળ્યો હતો. ગાયિકાએ શૈલેષ બ્લેકમેલ કરતો હોવાની વાત કરતા ઘનશ્યામે તેને મદદ કરવાનું કહી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી ઘનશ્યામની નકલી પીએસઆઈ કેસમાં ધરપકડ કરવામાં આવતા ગાયિકાને જાણ થઈ હતી. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments