Thursday, September 23, 2021
Homeઅમદાવાદ RTOમાં બોગસ લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ અને ઓપરેટરની ધરપકડ
Array

અમદાવાદ RTOમાં બોગસ લાઈસન્સ કૌભાંડમાં એજન્ટ અને ઓપરેટરની ધરપકડ

અમદાવાદ: સુભાષબ્રિજ પર આવેલી RTOમાં વર્ષ 2018માં નાતાલની રજાઓ દરમિયાન આરટીઓ કચેરીના સોફ્ટ વેયર માં પાસવર્ડ નાખી કુલ 84 જેટલા બેકલોગ કરી લાઈસન્સ ઈશ્યુ કરાયા હતા. આ કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના એજન્ટ તેમજ અગાઉ ભૂજ આરટીઓમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા યુવકની ધરપકડ કરી છે.

એજન્ટે રજાના દિવસનો લાભ લીધો
વર્ષ 2018માં નાતાલની બે દિવસની રજા દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ અમદાવાદ આરટીઓમાં સારથી-4 સોફ્ટવેયરમાં પાસવર્ડ નાખી કુલ 84 જેટલી બેકલોગ એન્ટ્રી દ્વારા બોગસ લાઈસન્સ ઈશ્યુ કર્યા હતા. જે મામલે અમદાવાદ ક્રાઈમ  બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.જી ચૌધરી અને ટીમે આરટીઓમાં સીસીટીવી અને ટેક્નિકલ મદદથી મહેન્દ્ર ઉર્ફે પાજી જાદવ (ભરવાડ, રહે-હિલવ્યુ રેસિડેન્સી,ભૂજ) અને રાકેશ પટણી (રહે.બોરડીવડનગર સોસાયટી, સરસપુર)ની ધરપકડ કરી હતી.
વોટ્સએપ પર યુઝર આઈડી અને પાસવર્ડ મોકલ્યા
પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. આરોપી મહેન્દ્ર 2010થી 2018 સુધી ભૂજ આરટીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે રાકેશ અમદાવાદ આરટીઓમાં 6 વર્ષથી એજન્ટ તરીકે કામ કરે છે. આરટીઓના કામઅર્થે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ઝડપથી પૈસા કમાવવા માટે રાકેશ પટણીએ રજાના દિવસનો લાભ લઈ કોમ્પ્યુટર ઓપરેટરના ટેબલ પરથી સોફ્ટવેયર યુઝર આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા. રાકેશે વોટ્સએપ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ મહેન્દ્રને મોકલ્યા હતા. મહેન્દ્રએ તેના આધારે સોફ્ટવેયરમાં ખોટી એન્ટ્રી કરી બોગસ લાઈસન્સ બનાવ્યા હતા.
રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા
બંને આરોપીઓએ અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં આવેલી આરટીઓ કચેરીમાં બેકલોગ એન્ટ્રીઓ કરી ખોટા લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ આરટીઓમાં પણ 248 જેટલી બોગસ એન્ટ્રીઓ થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં આ બંને આરોપી હોવાનું પૂરપેરી શક્યતા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments