અમદાવાદ RTO કચેરીમાં સારથી 4 સોફ્ટવેરમાં ચેડાં કરી બોગસ લાયસન્સ બનાવાયા

0
56

અમદાવાદ: સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં 84 ખોટા લાયસન્સ બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. સારથી 4 સોફ્ટવેરમાં ચેડાં કરી 84 લોકોના લાયસન્સમાં ક્લાસ વધારી દીધા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તહેવારની રજામાં એન્ટ્રીઓ બદલી નાખી
ગઈ 28 ડિસેમ્બરે અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે 25 ડિસેમ્બરે 81 અને 26મીએ થયેલી 3 એન્ટ્રીઓ ખોટી કરવામાં આવી છે. જે અંગે તપાસ કરતાં આરટીઓ કચેરીમાં નાતાલની રજા દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ સારથી 4 સોફ્ટવેરમાં લોગ ઇન કરી લાયસન્સધારકના ક્લાસમાં વધારો કરી દેવાયો છે.
હેવી વેહિકલ માટે આઠ ધોરણની લાયકાત હોય છે પરંતુ તેવી લાયકાત ન ધરાવતા વ્યક્તિઓને પણ લાયસન્સ આપી દેવાયા હતા. 84 જેટલા ખોટા લાયસન્સ ઈસ્યુ કરી દેવામાં આવ્યા છે.
2010 પહેલાના ડેટામાં ચેડા થયા

આ તમામ એન્ટ્રી બેકલોગ એટલે કે 2010 પહેલાના ડેટામાં થયેલી જણાઈ હતી. આ બાબતે ક્લાર્ક આરટીઓ ઇન્સ્પેક્ટરને પૂછતાં તેઓના ધ્યાને આવી કોઈ એન્ટ્રી નથી થઈ અને કોઈ ઓટીપી પણ નથી આવ્યો. 26મીએ વહેલી સવારે છ વાગ્યે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here