Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : SG હાઈવે ના અપના અડ્ડા પર IPL પર સટ્ટો રમતા...
Array

અમદાવાદ : SG હાઈવે ના અપના અડ્ડા પર IPL પર સટ્ટો રમતા 5 યુવકની ધરપકડ

અમદાવાદ: સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા અપના અડ્ડા ટી-સ્ટોલ પર બેસી મુંબઈ-ચેન્નાઈ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમતા 5 શખ્સની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પાંચેય યુવક વોટ્સએપ ચેટના માધ્યમથી સટ્ટો રમી મોન્ટુ ઠક્કર પાસે સટ્ટો કપાવતા હતા.

 

બાતમીના આધારે સટ્ટો રમતા ઝડપાયા

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર.ભરવાડ અને ટીમે બાતમીના આધારે અપના અડ્ડા ટી-સ્ટોલ પર સ્ક્રીન પર ચાલતી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની મેચ પર સટ્ટો રમતા દર્શિત ઠકરાર (રહે. બોડકદેવ), અશોની રામચંદાની (રહે. થલતેજ), વરૂણ શાહ (રહે. શેલા, સાણંદ), વૈભવ જાદવ (રહે. બોપલ), પ્રકાશ શાહ (રહે. સોલારોડ)ને ઝડપી લીધા હતા.

મોબાઈલ કબ્જે કરી તપાસ ચાલું

પોલીસે તેઓના મોબાઈલ ફોનમાં જોતા અલી ટ્રીપ ફ્રી આઈપીએલ અને ટેલિગ્રામની એપમાં લાઈફટાઈમ ફ્રી ટિપ્સ લખેલી હતી, અન્ય યુવકોની વોટ્સએપ ચેટમાં જોતા ખાવા લેવાના ભાવ તેવું લખેલુ હતું. ક્રિકેટરોના ફોટા પણ મોબાઈલમાંથી મળી આવ્યા હતા. પાંચેય યુવકો ઓનલાઈન ક્રિકેટ રમતા મળી આવતા વસ્ત્રાપુર પોલીસે પાંચ મોબાઈલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments