Thursday, October 28, 2021
Homeઅમદાવાદ : SVP હોસ્પિટલ હાઉસફૂલ, દર્દીઓને સારવાર વિના મોકલાય છે પરત
Array

અમદાવાદ : SVP હોસ્પિટલ હાઉસફૂલ, દર્દીઓને સારવાર વિના મોકલાય છે પરત

અમદાવાદમાં ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. જેના કારણે હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. હાલ SVP હોસ્પિટલ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઇ છે અને દર્દીઓ વધતા SVP હોસ્પિટલના બેડ પણ ઓછા પડ્યા છે.

SVP હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે કોઇ જગ્યા નથી જેને લઇ 24 કલાકમાં 10થી વધુ દર્દીઓને પરત મોકલી દેવામાં આવ્યા છે. 10 વોર્ડના 300 બેડ અને 100 ICU બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જેને લઇ દર્દીઓને સારવાર વિના જ પરત જવું પડી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર જે હોસ્પિટલ અમદાવાદની સૌથી સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણાવી રહી છે. એવી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 જેટલા ડોક્ટરો ટીબીનું ઈન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. પિડિયાટ્રીકમાં 2, મેડીસીનના 7 ડોક્ટર, એનેસ્થેસિયામાં 2 અને સર્જરી 3 ડોકટરોનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments