Friday, June 2, 2023
Homeઅમદાવાદઅમદાવાદ SVPI એરપોર્ટ પર ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

અમદાવાદ SVPI એરપોર્ટ પર ‘FASTag કાર પાર્ક’ લોન્ચ કરાયું

- Advertisement -

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે પાર્કિંગ સુવિધાને બહેતર બનાવવા માટે ફાસ્ટેગ કાર પાર્કિંગ લોન્ચ કર્યુ છે. 23 મેથી શરૂ કરાયેલી આ નવતર સુવિધાનો લાભ એરપોર્ટ પર મુસાફરી કરતા લોકો સરળતાથી લઈ શકશે. પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકો ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTag દ્વારા SVPIA ની શ્રેષ્ઠત્તમ તકનીકોમાં વધુ એકનો ઉમેરો થયો છે. જેનાથી મુસાફરોની સગવડોમાં વધારાની સાથે તેમને ઉત્કૃષ્ટ અનુભવ પણ મળશે.Man tries to help fainting woman, cops push him

SVPIA શરૂઆતથી જ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરતું રહ્યું છે. SVPIA ખાતે વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે FASTag ની સુવિધામાં એક-એક લેન રાખવામાં આવી છે. FASTag શરૂ થતાં પાર્કિંગમાં વાહનોની ગતિવિધીઓ ઝડપથી થશે જેના કારણે સમય અને ઇંધણની બચત થશે. FASTagનો મહત્વનો ફાયદો એ છે કે તેમાં રોકડ વ્યવહારોની જરૂરિયાત રહેતી નથી, જેથી બધાને સરળતાથી અને ઝડપી પાર્કિંગ વિકલ્પો મળી રહે છે.

હવે મુસાફરોને એરપોર્ટ પર પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે રોકડ/ક્રેડિટ ચૂકવણી કરવા રાહ જોવી કે માનવીય હસ્તક્ષેપ રહેશે નહીં. તેથી એકંદરે પાર્કિંગ અનુભવને સીમલેસ બનાવે છે. જો કે, FASTag પાર્કિંગ ઉપયોગ કરતા પ્રવાસીઓએ તેમના FASTag માં પુરતા બેલેન્સ અને સક્રિય હોવાની ખાતરી કરવી જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular