અમરેલીઃ ગ્રામજનો પોતાના ટ્રેકટર સાથે પહોંચી ગયા આ મેદાનમાં અને ચાલુ કર્યું કામ

0
41

અમરેલી જિલ્લાના પ્રજાજનોએ દર વર્ષે દુષ્કાળનો સામનો કરવો પડે છે. ત્યારે વરસાદી પાણીનો વધુમાં વધુ જમીનમાં સંગ્રહ કરી શકાય તે હેતુથી બાબરાના વાંડળીયા ગામના લોકો દ્વારા સ્વખર્ચે તળાવ બનાવવામાં આવી રહ્યું છે. ગામના લોકો જાત મહેનત જિંદાબાદ સુત્રને ચરિતાર્થ કરી તળાવની કામગીરી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉનાળા પહેલા જ અમરેલીમાં દુષ્કાળની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે પાણીની તંગી ન સર્જાય તે માટે અમરેલીના બાબરા તાલુકાના વંડાળીયા ગામના લોકોએ સ્વખર્ચે તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી છે. તળાવ બનાવવાથી ચોમાસા દરમ્યાન ગાગડિયા નદીમાં વહી જતું વરસાદનું પાણી જમીનમાં સંગ્રહ કરી શકાશે. જેનો લાભ આસપાસના અનેક ગામોને પણ મળી શકશે.

ગાગડિયા નદીના 4 કિમીના ખરાબામાં છેલ્લા 1 મહિનાથી ગ્રામજનો પૂરા જોશ અને ઉત્સાહથી તળાવ બનાવી રહ્યા છે. હાલ 8 જેટલા જેસીબી અને 100 જેટલા ટ્રેક્ટરો વડે તળાવનું કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે આ તળાવ એક વાર ભરાશે એટલે તેમને બે વર્ષ સુધી પાણીની તકલીફ નહીં પડે.

તળાવના નિર્માણ માટે વંડાળીયાના ગ્રામજનોએ સરકારી મદદની રાહ જોયા વગર ફાળો એકત્રિત કરી કામ શરૂ કર્યું છે. જે પૂર્ણ થયા બાદ ગ્રામજનો ઉપરાંત ખેડૂતો અને પશુપાલકોને પણ રાહત રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here