Wednesday, September 28, 2022
Homeઅમરેલી : જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો, 13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200...
Array

અમરેલી : જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો, 13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગું કરો

- Advertisement -
અમરેલીમાં જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો,13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગું કરો,તેમજ તેલતુંમડેની ધરપકડના વિરોધમાં ધરણાં બાદ આવેદનપત્ર આપીને જીલ્લાના SC,ST,તથા OBC અને માઇનોરીટી સમાજ ના લોકો દ્વારા અમરેલી ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ઉપસ્થિત રહેલ……..
અમરેલીમાં જન આંદોલન દ્વારા સંવિધાન બચાવો,13 પોઈન્ટ રોસ્ટરના બદલે 200 પોઈન્ટ રોસ્ટર લાગું કરો,તેમજ તેલતુંમડેની ધરપકડના વિરોધમાં ધરણાં બાદ આવેદનપત્ર તારીખ ૧૮/૦૨/૨૦૧૯ ને સોમવાના રોજ અમરેલી જીલ્લાના SC,ST,તથા OBC અને માઇનોરીટી સમાજ ના લોકો દ્વારા અમરેલી ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ઉપસ્થિતિમાં આપવા મા આવેલ જેમાં વર્તમાને આપણો ભારત દેશ ખૂબજ નાજૂક પરિસ્થિતિના મોડ પર થી પસાર થઈ રહયો છે. જેમાં સરકાર, ન્યાયતંત્ર, ચૂંટણીપંચ,પ્રસાસનતંત્ર અને મીડિયા માં બેઠેલા મનુવાદીઓએ ખૂદે આ લોકશાહીની સંસ્થાઓ ને લોકશાહી માટે ભયાનક જોખમી બનાવી દીધી છે. સૌ જાણે છે કે, મનુવાદી વ્યવસ્થા અને એના દ્વારા ચાલતી સરકાર બિનસાંપ્રદાયિક એવા ભારતીય બંધારણ ને ખતમ કરવા નીતનવા ષડયંત્રો કરી રહી છે. આવા કપરા સમયમાં આપણને વિશેષ માનવીય અધિકારો અપાવનાર ભારતીય બંધારણ અને એના માધ્યમથી ડૉ.બાબાસાહેબ ને બચાવવા તથા તેમણે આપેલા અમૂલ્ય બંધારણને બચાવવા એ દેશના દરેક નાગરિકની નૈતિક ફરજ વ જવાબદારી છે. જેથી બંધારણ બચાવો હેતુથી.

તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો અને અનામત નીતિ ની અવગણના કરી કેટલાક જાતિવાદી લોકો દ્વારા 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની ગેરબંધારણીય પ્રણાલી લાગું કરી વંચિત સમાજના લોકોને હળાહળ અન્યાય કર્યો છે. યુનિવર્સિટીમાં પ્રોફેસર ભરતી પ્રક્રિયામાં 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગું થવાથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના એક પણ ઉમેદવાર ભવિષ્યમાં ક્યારેય પણ પ્રોફેસર નહીં બની શકે. અત્યારે દેશ ની 43 કેન્દ્રીય યુનિવર્સિટીમાં બક્ષીપંચ સમાજના એક પણ પ્રોફેસર નથી, આવી ખરાબ પરિસ્થિતિ છે.માટે આ મુદ્દે અમારી માંગણી છે કે, કેન્દ્ર સરકાર 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીને લાગું કરવા માટે તાત્કાલિક અધ્યાદેશ લાવી તેમજ દેશહિતમાં બંધારણીય સુધારો કરી દેશના 100 કરોડ લોકોને ન્યાય આપે. 3- તેમજ બાબાસાહેબ આંબેડકરના દોહિત્ર જમાઈ આનંદ તેલતુંબડે કે જેઓ,  ડો. બાબાસાહેબ આંબેડકરના દીકરા યશવંતરાવના ચાર સંતાનો. પ્રકાશ, ભીમ, આનંદ અને દીકરી રમા. આનંદ તેલતુંબડે રમા સાથે પરણ્યા. આમ, આનંદ તેલતુંબડે ડૉ.બાબાસાહેબ આંબેડકરના દોહિત્ર જમાઈ છે. તેલતુંબડેની આ સૌથી મોટી ઓળખાણ છે. તેમજ આનંદ તેલતુંબડે આ દેશના ટોચના શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ-બહુજન સમાજના બૌદ્ધિકોમાંના એક છે. મહારાષ્ટ્ર પુણેની પોલિસે તેઓને માઓવાદી  સંગઠનમાં જોડાઈને ભીમા કોરેગાવમાં અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ તેમજ માઇનોરીટી સમાજને ઉશ્કેરણી કર્યાના આક્ષેપો બદલ સર્વોચ્ચ અદાલતના આદેશની પણ અવગણના કરીને આનંદ તેલતુંબડેની ખોટી રીતે ધરપકડ કરીને માત્ર ડૉ.બાબાસાહેબ આંબેડકરની વિરાસત પર જ નહીં, પરંતુ આ દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ સમાજના બુદ્ધિધન પર કુઠારાઘાત કર્યો છે.

જે દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ તથા બક્ષીપંચ સમાજનું મોટું અપમાન છે આથી બંધારણીય જોગવાઇઓ સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકરને બચાવવા માટે. રોસ્ટર/અનામત બચાવવા માટે. તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની વિરાસતને બચાવવા માટે.ગુજરાતના અમરેલી ખાતે એક દિવસના ધરણાં બાદ રેલીસ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. તેમજ જમ્મુ-કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના આયોજક વ સમાજ અગ્રણી ધીરૂભાઈ ખીટોલીયા, નવસર્જન ટ્રસ્ટના કાન્તિલાલ પરમાર, નારણભાઈ મકવાણા,રતીભાઈ ઝાલા, દિલિપભાઈ મકવાણા, રમેશભાઇ ચાંચીયા, બાબુભાઈ મેરીયા, દીપકભાઈ ઝાલા, મધુભાઈ ઝાલા, કુલદિપ,વિશાલભાઈ, પાલજીભાઈ સોલંકી, હંસાબેન ઝાલા, ભાવનાબેન રાઠોડ નયનાબેન દિનેશભાઈ મકવાણા, બચુભાઇ દેવીપુજક વિગેરે વિશાળ સંખ્યામાં જનસમુદાય હાજર રહી ધરણાં કરીને રેલીરૂપે કલેકટર કચેરીએ જઈ કલેકટર થ્રુ રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હોવાનુંં જાણવા મળેલ…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular