અમરેલી જિલ્લામાં10 સ્થળેથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
72

અમરેલી જિલ્લામા દેશીદારૂનુ દુષણ પણ જાણે વધી ગયુ હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. ગઇકાલે પોલીસે જિલ્લામા જુદાજુદા સ્થળે દેશીદારૂ અંગે દરોડો પાડવામા આવતા પોલીસે 10 સ્થળેથી દેશીદારૂ ઝડપી પાડયો હતો જેને પગલે બુટલેગરોમા ફફડાટ ફેલાઇ ગયો હતો.

પોલીસે અમરેલીમા લીલાનગરમા માસા મના માથાસુળીયાના ઝુંપડામાથી દેશીદારૂનો આથો 80 લીટર તેમજ ભઠ્ઠીના સાધનો ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન અહીથી શખ્સ નાસી છુટયો હતો. જયારે પોલીસે લાઠીના મહાવીરનગરમાથી સામજી વરસીંગ ચારોલીયાના રહેણાંકમાથી દેશીદારૂ 10 લીટર, આથો વિગેરે મુદામાલ સાથે ઝડપી લીધો હતો.આ ઉપરાંત પોલીસે દામનગરમા કાળીબેન તળશી ચારોલાના મકાનમાથી દેશીદારૂ ત્રણ લીટર, કેન, આથો સાથે ઝડપી લીધી હતી. તો ગીતાબેન કનુ વાઘેલા નામના મકાનમાથી પણ પોલીસે દેશીદારૂ ઝડપી લીધો હતો. જયારે સાવરકુંડલામા શિવશકિત સોસાયટીમા બાદલબેન બાબુ માથાસુરીયાના મકાનમાથી આથો 15 લીટર ઝડપી પાડયો હતો. આ ઉપરાંત પોલીસે રાજુલા, ચિતલના મોણપુર, બાબરાના નિલવડા રોડ પર તેમજ ચલાલાના મીઠાપુર ડુંગરી તેમજ વઢેરા ગામેથી દેશીદારૂ ઝડપી લઇ તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here