વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે અમરેલીમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. અમરેલીના ધારીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક દંપતિએ ઝેરી દવા ગટગટાવતા પતિનું મોત થયુ છે અને પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.ઝેરી દવા પીધા ઘટનાની જાણા પરિવાર અને આસપાસના લોકોને થતા લોકો દોડી આવ્યા હતા. બાદમાં આ દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો ઝેરી દવા પીધા બાદ પતિનું મોત થયુ છે અને પત્નીની હાલત નાજુક હોઈ તે સારવાર હેઠળ છે. તો દંપતિના પુત્રએ આરોપ લગાવ્યો છે કે, વ્યાજખોરોના ત્રાસથી તેના માતા પિતાએ આ અંતિમ પગલુ ભર્યુ છે.