Tuesday, September 28, 2021
Homeઅમરેલી : પરેશ ધાનાણીને લૂ લાગી અને નારણ કાછડિયાને ચક્કર આવ્યાં
Array

અમરેલી : પરેશ ધાનાણીને લૂ લાગી અને નારણ કાછડિયાને ચક્કર આવ્યાં

અમરેલી:રાજ્યમાં દિવસેને દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચાર કરવો નેતાઓ માટે આકરો સાબિત થઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પોતાના ચૂંટણી કાર્યાલયના મેદાનમાં સભાને સંબોધી રહ્યાં હતાં. ત્યારે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા.જ્યારે શુક્રવારે બપોરના સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને લૂ લાગી જવાના કારણે તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. હાલ બંનેની સારવાર ચાલુ છે.

મહત્વનું છે કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 15મી એપ્રિલે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત મુલાકાતે આવશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની આ તારીખ હાલ નક્કી તો થઈ ગઈ છે પરંતુ સ્થળ હજુ ફાઈનલ નથી. જોકે મોટે ભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એ જ દિવસે જાહેરસભાઓ યોજાય તેમ મનાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments