Saturday, September 25, 2021
Homeઅમરેલી બેઠક પરથી ભાજપ નારણ કાછડીયાને હટાવીને આ નવા ચહેરાને ચૂંટણીમાં ઉતારી...
Array

અમરેલી બેઠક પરથી ભાજપ નારણ કાછડીયાને હટાવીને આ નવા ચહેરાને ચૂંટણીમાં ઉતારી શકે છે

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો મુરતિયાઓ શોધવામાં લાગી પડ્યા છે. ટિકિટ વાંચ્છુકોના દિલ્હી આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર સમાન અમરેલી બેઠક માટે પણ બંને પક્ષોએ યોગ્ય ઉમેદવારને શોધવાની કવાયત શરૂ કરી છે. પરંતુ અમરેલીમાં કેવા ઉમેદવારને ટિકિટ મળવી જોઇએ. અને ઉમેદવારની પસંદગી મામલે ભાજપ અને કોંગ્રેસના પાયાના કાર્યકરોનો શું મત છે.

પાટીદારોનો ગઢ ગણાતી અમરેલી બેઠક પર છેલ્લી 2 ટર્મથી ભાજપના નેતા નારણ કાછડીયા ચૂંટાઈને આવે છે. ત્યારે 2019ની ચૂંટણીમાં પણ ભાજપ જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાને રાખીને નારણ કાછડીયાને રીપીટ કરે છે કે પછી કોઇ નવા ચહેરાને ટિકિટ મળે છે તેને લઇને ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઇ છે. આ ઉપરાંત ભાજપમાંથી કોઈ પાટીદાર નેતાને ટિકિટ મળે છે કે પછી બિનપાટીદાર નેતાને તેના પર પણ અનેકવિધ અટકળો થઇ રહી છે.

બીજી તરફ વિધાનસભા અને જિલ્લા પંચાયતમાં ભાજપને ધોબીપછાડ આપ્યા બાદ કોંગ્રેસની સ્થિતિ ઘણી જ મજબૂત છે. આથી કોંગ્રેસ દ્વારા સક્ષમ, શિક્ષિત, તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે તેવા ઉમેદવારની પસંદગી થવી જોઇએ તેમ કાર્યકર્તાઓનું માનવું છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખનું માનવું છે કે કોઇ પણ પક્ષે જ્ઞાતિવાદ અને પરિવાર વાદથી ઉપર ઉઠીને અમરેલી શહેરના વિકાસના કાર્યો કરે તેવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરોની લોકસભાના ઉમેદવારને લઈને અપેક્ષાઓ તો ઘણી છે. પરંતુ બંને પાર્ટીઓ ક્યા ઉમેદવારને ટિકિટ આપે છે તેના પર સૌ કોઇની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments