Wednesday, December 8, 2021
Homeઅમરોલી સામૂહિક આપઘાત કેસ: પત્નીનું નિવેદન-લોનનો હપ્તો ન ભરાતાં પતિએ શરબતમાં ઝેર...
Array

અમરોલી સામૂહિક આપઘાત કેસ: પત્નીનું નિવેદન-લોનનો હપ્તો ન ભરાતાં પતિએ શરબતમાં ઝેર ભે‌ળવ્યું

સુરત: અમરોલી સામૂહિક આપઘાત કેસમાં મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ વિનેદન આપ્યું છે કે, લોન પર મકાન લઈ લેતાં તેનો હપતો ભરી શકાતો ન હતો. ઉપરથી પતિની નોકરી છૂટી ગઈ, જેના કારણે મારા પતિએ ટેન્શનમાં આવી સામૂહિક આપઘાત કર્યો.જોકે, પોલીસને આ વાત ગળે ઊતરતી નથી. હવે પોલીસે અમરોલીમાં રહેતા પરિવારના સામૂહિક આપઘાત કેસમાં ઝીણવટભરી રીતે તપાસ કરવા માટે મહિલા, તેનો પતિ સહિત પરિવારની કોલ-ડીટેઇલ્સના આધારે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે.

અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા નરેન્દ્ર શિવપ્રસાદ કોરી (30) પોતાની પત્ની પ્રિયંકા (27) પુત્રી મૈત્રી (5) અને પુત્ર વંશ (3) સાથે  રહેતા હતાં. નરેન્દ્રએ ગુરુવારે રાત્રે લીંબુ શરબત બનાવી પોતે અને  પત્ની પ્રિયંકા અને પુત્રી મૈત્રીએ પીધું હતું. આ દરમિયાન શુક્રવારે વહેલી સવારે પરિવારના 3 સભ્યોની તબિયત લથડતાં સાઢુભાઈ સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા હતા.જ્યાં નરેન્દ્ર અને પત્ની પ્રિયંકા તે જ મૈત્રીને ઇમર્જન્સીમાં દાખલ કરનામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન નરેન્દ્ર અને પુત્રી મૈત્રીનું મોત થયું હતું. જ્યારે પત્ની પ્રિયંકાની હાલત નાજુક છે.

પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં પ્રિયંકાનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં. તેણે પોતાના નિવેદનમાં ઝેરી દવા બાબતે કંઈ પણ ખબર ન હોવાની વાત કરી હતી. માત્ર તેણે એવું કહ્યું કે, મારા પતિએ લીંબુ શરબત બનાવ્યું તેમાં એક ગલાસ મારા પતિએ પીધું અને અડધો-અડધો ગ્લાસ પત્ની અને પુત્રીએ પીધું હતું.

આ આપઘાત પાછળનું કારણમાં પત્નીએ જણાવ્યું કે, મારા પતિએ કડોદરામાં બે રૂમ-રસોડાનું મકાન રૂપિયા 8.52 લાખમાં લીધું હતું. આ મકાનમાં 21 હજારની રકમ આપવામાં આવી હતી. નરેન્દ્ર શિવપ્રસાદ કોરીએ બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હતી. જોકે, નોકરી છૂટી જતાં લોનનો હપતો ભરાતો ન હતો. જેના કારણે પત્નીએ પણ કતારગામમાં કારખાનામાં મજૂરીકામ કરવા જતી હતી. લોનના ટેન્શનમાં મારા પતિએ આ પગલું ભર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments