Monday, September 20, 2021
Homeઅમારા રજીસ્ટર્ડ થયેલા બટાટા ન ઉગાડો, પેપ્સીકોની ગુજરાતના 4 ખેડૂતોને નોટિસ
Array

અમારા રજીસ્ટર્ડ થયેલા બટાટા ન ઉગાડો, પેપ્સીકોની ગુજરાતના 4 ખેડૂતોને નોટિસ

મલ્ટિનેશનલ કંપની પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો સામે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો કેસ કરી રૃપિયા એક-એક કરોડના વળતરની માગણી કરી છે. પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે.

કંપની પેપ્સીકોએ ગુજરાતના 4 ખેડૂતો સામે 1-1- કરોડનો દાવો કર્યો છે. જી હા પેપ્સીકોએ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ચાર ખેડૂતો સામે કેસ કર્યો છે. જેમાં ખેડૂતો પર પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે, પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે. પેપ્સીકોએ દાવો કર્યો છે કે, પેપ્સીકોની સબસિડરી બ્રાન્ડ ‘લેસ’ ચિપ્સના ઉત્પાદનમાં જાણીતું નામ છે. ચિપ્સના ઉત્પાદન માટે બટાકાની એફ.સી.-૫ તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત ૨૦૦૧માં રજીસ્ટર્ડ કરાવી હતી.

આ જાતના બટાકા ખેડૂતો ઉગાડી તેમના આઇ.પી.આર.નો ભંગ કરી રહ્યા છે. અને કાયદાનો ભંગ કરી બટાકા બજારમાં વેચી પણ રહ્યા છે. પેપ્સીકોએ આ અંગે કોર્ટમાં પુરાવા પણ રજૂ કર્યા છે. પેપ્સીકોની કોર્ટ સમક્ષ માગણી હતી કે, જો એફ.સી.-૫ બટાકાના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિકપણે સ્ટે નહીં ફરમાવાવમાં આવે તો કંપનીને મોટું નુકસાન જશે.  આ ઉપરાંત દરેક ખેડૂત પાસેથી વળતર પેટે રૂપિયા એક કરોડ વસૂલવામાં આવે. ત્યારે કોર્ટે કંપનીની રજૂઆતને ધ્યાને લઇ કોર્ટ કમિશનરની નિમણૂક પણ કરી છે. કોર્ટ કમિશનર આ વિવાદનો અભ્યાસ કરી બટાકાના સેમ્પલ શિમલા સ્થિત લેબોરેટરીમાં મોકલશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments