Sunday, October 24, 2021
Homeઅમિતાભ અને આલિયાએ કર્યુ એવું ટ્વિટ કે લોકો ભડકી ગયાં, કરવું પડ્યું...
Array

અમિતાભ અને આલિયાએ કર્યુ એવું ટ્વિટ કે લોકો ભડકી ગયાં, કરવું પડ્યું ડિલીટ

મુંબઇ: અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ જ કારણ છે કે બંને સિતારા મોટાભાગે ટ્વિટર, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર કંઇકને કંઇક શેર કરતા રહે છે. તો બીજી બાજુ આલિયા અને બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટર પર કંઇક એવું શેર કર્યું. જેના કારણે જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જેના થોડા સમય બાદ જ આલિયા અને બિગ બી એ પોતાનું ટ્વિટ હટાવી લીધું.

વાસ્તવમાં આલિયા અને અમિતાભ બચ્ચને પ્રયાગરાજનો મેપ શેર કર્યો હતો. મેપ શેર કરતી વખતે બિગ બી એ કેપ્શન લખ્યું- ‘એક અનોખી કહાની અને એક અનોખો આરંભ.’ જ્યારે આલિયાએ મેપ સાથે કેપ્શન લખ્યું- આ માટે ખૂબ ખૂબ ઉત્સાહિત છું. જલ્દી શોધી લીધું, પ્રયાગરાજ

આલિયા અને અમિતાભ બચ્ચને આ ટ્વિટ એ સમયે કર્યું. જ્યારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખૂબ જ તણાવનો માહોલ છે. આ ઉપરાંત ઇન્ડિયન એરફોર્સના એક પાયલોટ પણ પાકિસ્તાનના કબ્જામાં છે. જ્યાં સામાન્ય જનતાથી લઇને બોલીવુડ સેલેબ્સ સુધી સરકારને પાયલોટને સુરક્ષિત પાછા ભારત લાવવાની અપીલ કરી રહ્યા છે. એવામાં આલિયા અને બિગ બી ના ટ્વિટથી નારાજ થઇને લોકો એમને ખરાબ કહેવા લાગ્યા. ત્યારબાદ આલિયા અને બિગ બી એ પોતાનું ટ્વિટ હટાવી લીધું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments