અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ શરૂ

0
73

બોલિવૂડ ડેસ્ક: અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સ્ટારર મિસ્ટરી થ્રિલર ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ આજથી શરૂ થયું છે. અગાઉથી નક્કી કરાયેલી તારીખ 10 મેના રોજ જ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. ‘ચેહરે’ ફિલ્મને ’ગોડ તુસ્સી ગ્રેટ હો’, ‘લાઈફ પાર્ટનર’ ફેમ ડિરેક્ટર રૂમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે આનંદ પંડિત આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. આ ફિલ્મથી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી પહેલીવાર ઓન સ્ક્રીન સાથે દેખાશે. ‘ચેહરે’ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

અમિતાભ બચ્ચન અલગ રૂપમાં
અગાઉ ડિરેક્ટર રૂમી જાફરીએ જણાવ્યું હતુ કે, ‘શરૂઆતથી જ બચ્ચન સાહેબ આ ફિલ્મમાં સામેલ થવા રાજી થઇ ગયા હતા. તે આ પ્રોજેક્ટમાં ખૂબ રસ લઇ રહ્યા હતા. હું મારી જાતને લકી માનુ છું કે, હું એમની સાથે ફિલ્મમાં કામ કરવાનો છું. મારા માટે પડકાર એ હતો કે, મારે એમની પાસે કંઈક એવું કરાવવાનું હતું જે એમણે અગાઉ ક્યારેય ન કર્યું હોય. મને લાગે છે કે હું એવા સ્ટોરી પ્લોટ સાથે આવ્યો છું જે બચ્ચન સાહેબને અલગ જ રૂપમાં રજૂ કરશે.’

સ્ટારકાસ્ટ
‘ચેહરે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી સાથે ફિમેલ લીડ રોલમાં રિયા ચક્રવર્તી અને કૃતિ ખરબંદા જોવા મળશે. આ ફિલ્મ ટિપિકલ હીરો-હિરોઈનની સ્ટોરી નથી એટલે ફિલ્મમાં કોઈ એકબીજાની ઓપોઝીટ કાસ્ટ થયા નથી. ઉપરાંત ફિલ્મમાં અનુ કપૂર, સિદ્ધાર્થ કપૂર પણ સામેલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here