Thursday, August 11, 2022
Homeઅમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના પહેલી જ વાર શૂજીત સરકારની કોમેડી ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં...
Array

અમિતાભ બચ્ચન-આયુષ્માન ખુરાના પહેલી જ વાર શૂજીત સરકારની કોમેડી ફિલ્મ ‘ગુલાબો સીતાબો’માં સાથે કામ કરશે

- Advertisement -

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના પહેલી જ વાર શૂજીત સરકારની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’માં કામ કરી રહ્યાં છે. આ કોમેડી ફિલ્મ લખનઉ પર આધારિત છે. જૂનમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને આ જ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે. શૂજીત સરકાર તથા રાઈટર જૂહી ચુતર્વેદીએ સાથે મળીને ફિલ્મ લખી છે.

શૂજીત સરકારે કહ્યું હતું, ‘જૂહી અને હું છેલ્લાં થોડાં સમયથી આ સ્ક્રિપ્ટ પર કામ કરતાં હતાં. જૂહીની સ્ટોરી વાંચીને મેં અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાનાને વાંચવા આપી હતી. મને એવું લાગતું હતું કે સ્ટોરીને ડેવલોપ કરવામાં થોડીવાર લાગશે પરંતુ બધા જ સ્ક્રિપ્ટ પર કામ કરવા ઉત્સુક હતાં અને તમામની ડેટ્સ પણ મળી ગઈ. એટલે અમે ફિલ્મ આ વર્ષે રિલીઝ કરવાના છીએ.’

2012માં શૂજીતની ફિલ્મથી આયુષ્માને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું
પ્રોડ્યૂસર રોની લહિરી તથા શીલ કુમાર ‘ગુલાબો સીતાબો’ને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આયુષ્માને 2012માં શૂજીત સરકારની ‘વિકી ડોનર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2015માં અમિતાભ બચ્ચનને શૂજીત સરકારની ‘પીકુ’માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મ હિટ રહી હતી. મધર્સ ડે પર અમિતાભ બચ્ચને ‘મા’ સોંગ ગાયું હતું. આ ગીતને શૂજીત સરકારે ડિરેક્ટ કર્યું હતું. આયુષ્માન ખુરાના હાલમાં યામી ગૌતમ સાથે ફિલ્મ ‘બાલા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભ બચ્ચન ડિરેક્ટર રૂમી જાફરીની ફિલ્મ ‘ચેહરે’માં બિઝી છે. શૂજીત સરકાર એક્ટર વિકી કૌશલ સાથે બાયોપિક ‘સરદાર ઉધમસિંહ’ બનાવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular