Monday, October 18, 2021
Homeઅમિત શાહના દાવા પર બબાલ, કેજરીવાલે કહ્યું- શું ભાજપને સેના પર વિશ્વાસ...
Array

અમિત શાહના દાવા પર બબાલ, કેજરીવાલે કહ્યું- શું ભાજપને સેના પર વિશ્વાસ નથી? તો સિબ્બલ-તિવારીએ પણ શાહને ઘેર્યાં

નેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકથી દરેક લોકો ખુશ છે પણ સાથે જ આ હુમલામાં કેટલા આતંકીઓનો ખાત્મો બોલાયો તે જાણવાની ઉત્સુકતા પણ છે. ત્યારે આ વચ્ચે ભાજપ પ્રમુખ અમિત શાહે નિવેદન આપતાં કહ્યું કે વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકીઓ ઠાર થયાં છે.

અમિત શાહના આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહ પર સવાલો ઊભા કર્યાં છે, તેઓએ કહ્યું કે અમિત શાહને સેના પર વિશ્વાસ નથી કે શું?

કોંગ્રેસે અમિત શાહ પર નિશાન સાધ્યું
અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ સવાલો ઊભા કર્યાં છે. તેઓએ કહ્યું કે જ્યારે વાયુસેનાના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના આંકડા જણાવવાનો ઈન્કાર કર્યો છે તો પછી શાહ આ પ્રકારનું નિવેદન કેમ આપી રહ્યાં છે. શું આ એર સ્ટ્રાઈકને રાજકારણ સાથે જોડવાનું ન થયું.
મનીષ તિવારી ઉપરાંત કપિલ સિબ્બલે પણ મોદી સરકાર પર સવાલો ઊભા કર્યાં છે. તેઓએ ટ્વીટ કર્યું કે વિશ્વના અનેક અખબાર કહી રહ્યાં છે કે બાલાકોટમાં કંઈજ થયું નથી તો શું તેઓ પાકિસ્તાન સમર્થક છે?

ગુજરાત આવેલાં અમિત શાહે રવિવારે એક રેલીમાં દાવો કર્યો હતો કે પુલવામા આતંકી હુમલા બાદ તમામ લોકોને લાગતું હતું કે આ વખતે સર્જીકલ સ્ટ્રાઈક ન થઈ શકે પણ શું થયું? પુલવામા હુમલાના 13માં દિવસે મોદી સરકારની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકીઓ ઠાર થઈ ગયાં છે.

અમિત શાહે કહ્યું કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પકડાયાં તો લોકો નિંદા કરવા લાગ્યાં, પરંતુ યુદ્ધ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments