અમિત શાહની સોમનાથમાં પૂજા અર્ચના, મંદિરના ટ્રસ્ટની બેઠકમાં આપશે હાજરી

0
27

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના સોમનાથની મુલાકાતે છે. અમિત શાહ સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરશે અને બાદમાં ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપશે.

લોકસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીને જીત મળે તે માટે બંને દિગ્ગજો હાલ બાબા ભોલેનાથના શરણે છે. ત્યારે શું બાબના આશીર્વાદથી ભાજપ પોતાનું કમળ ખીલવશે કે કેમ એ તો 23 મેના રોજ જ ખબર પડશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા.

અમિત શાહ સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કરશે. ત્યાર બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ અમિત શાહ હાજરી આપશે. મહત્વનું છે કે,અમિત શાહે રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 19મી એ યોજાવાનું છે, જેને લઈને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ-બદ્રીનાથના દર્શને પહોંચ્યા છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દાદાની શરણે આવ્યાં છે. ગઇકાલે મોડી રાત્રે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતાં અને રાત્રે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું. અમિત શાહ આજે સોમનાથ મંદિરમાં પરિવાર સાથે પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના ટ્રસ્ટની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here