Wednesday, December 8, 2021
Homeઅમિત શાહનું ચોકઠું દાવ કરી જશે, ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવશે: રેશ્મા પટેલનો...
Array

અમિત શાહનું ચોકઠું દાવ કરી જશે, ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવશે: રેશ્મા પટેલનો દાવો

રાજકોટ: ભાજપ નેતા રેશ્મા પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટી કૂટનીતિ જે અજમાવી રહી છે અને ચોકઠા ગોઠવ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક તે દાવ મારી જશે તે હું દાવા સાથે કહું છું. ગુજરાત આંદોલનની ભૂમિ બની ચૂકી છે, તેમાં બધામાં અસંતોષ છે તેના કારણે આ દરેક ચોકઠા ગોઠવાયા છે અને તોડજોડ કરશે. અમિત શાહ અને તાનાશાહોએ ગોઠવેલું ચોકઠું ક્યાંકને ક્યાંક દાવ કરી જશે. ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જશે તે હું દાવા સાથે કહું છું.

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ચૂંટણી લડે તો મારૂ તેને સમર્થન છે. હાર્દિકને ચૂંટણી લડવી જોઇએ. હું પણ ભાજપ વિરૂદ્ધ પોરબંદરમાં ચૂંટણી લડવાની છું. હાલ જે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે તેના ચોકઠા અમિત શાહ બનાવે છે.

ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપમાં જોડાવા છે તેવી એક ચર્ચા છે. પરંતુ તેણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments