Tuesday, September 21, 2021
Homeઅમિત શાહનું 25 કિમી શક્તિ પ્રદર્શન, અમદાવાદમાં રોડ શો અને ગાંધીનગરમાં માનવ...
Array

અમિત શાહનું 25 કિમી શક્તિ પ્રદર્શન, અમદાવાદમાં રોડ શો અને ગાંધીનગરમાં માનવ સાંકળ

ગાંધીનગર/ અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ આવતીકાલે 30મીએ ફોર્મ ભરવા જઇ રહ્યા છે, ત્યારે શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. જેમાં ભાજપ દ્વારા અમિત શાહના નારણપુરાના ઘરથી માંડીને ગાંધીનગર સુધી 25 કિમી લાંબા રૂટ પર રોડ શો અને માનવ સાંકળ રચવામાં આવશે. અમિત શાહના ઉમેદવારી પત્ર ભરવાના શક્તિ પ્રદર્શનમાં એક લાખથી વધુ લોકોને એકઠા કરવા માટેનો પ્લાન ગુજરાત ભાજપે નક્કી કર્યો છે. જેને અમલી બનાવવા માટે ગુજરાત ભાજપ સરકાર, સંગઠન અને સહકાર ક્ષેત્ર તમામને કામે લગાડી દેવામાં આવ્યા છે.

શાહ વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે
આવતીકાલે 30મી માર્ચે અમિત શાહ ગાંધીનગરના ઉમેદવાર તરીકે વિજય મૂહુર્તમાં બપોરે 12ના 39 ફોર્મ ભરવાના છે, જેના માટે તેઓ રોડ શો કરીને ફોર્મ ભરવા જશે. આ રોડ શો માટેની એક લાખથી વધુની સંખ્યા ભેગી કરવા માટે ગુજરાત ભાજપના અમદાવાદ સહિતના તમામ ધારાસભ્યોને સંખ્યા લાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
આગેવાનોને ટાર્ગેટ અપાયા
આ ઉપરાંત ભાજપના પ્રદેશ સંગઠન ના આગેવાનોને પણ દરેક જિલ્લા તાલુકામાંથી સંખ્યા લાવવા માટેનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે આની સાથે વર્ષોથી સહકાર અને ક્રિકેટ ક્ષેત્રમાં અમિત શાહ સંકળાયેલા હોવાથી આ ક્ષેત્રના લોકોને પણ અમિત શાહના રોડ-શોમાં હાજરી આપવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
પ્રદેશ નેતાઓથી લઈ પ્રભારીની રણનીતિ
રોડ શોને સફળ બનાવવા માટે છેલ્લા બે દિવસથી ભાજપના પ્રદેશ નેતાઓથી માંડીને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ ઉપરાંત પ્રભારી ઓમ માથુર પણ સતત બેઠકો કરીને રણનીતિ ઘડી રહ્યા છે. અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના રોડ શોના કાર્યક્રમ પાછળ એક એવું પણ રાજકીય ગણિત મંડાઈ રહ્યું છે.
શાહ મોદી જેટલા લોકપ્રિય હોવાનો મેસેજ
અમિત શાહ પણ નરેન્દ્ર મોદી જેટલા જ લોકપ્રિય છે. તેમના ટેકામાં હજારો લોકો જોડાઈ શકે છે તેવો એક માહોલ ઊભો કરવા માટેનું આ શક્તિ પ્રદર્શન હોવાનું જણાય છે. અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવાના રોડ શો અને શક્તિ પ્રદર્શનને આધારે દેશભરમાં ભાજપને મેસેજ પણ આપવા માંગતા હોવાનું જણાય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments