Wednesday, September 22, 2021
Homeઅમિત શાહે કહ્યું, બૂથના પોસ્ટર લગાડનારથી વિશ્વની સૌથી મોટી પાર્ટીનો અધ્યક્ષ ભાજપે...
Array

અમિત શાહે કહ્યું, બૂથના પોસ્ટર લગાડનારથી વિશ્વની સૌથી મોટી પાર્ટીનો અધ્યક્ષ ભાજપે બનાવ્યો

અમદાવાદ: લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવાના છે. તેઓ તેમના થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDA નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી શાહ રોડ શો કર્યા બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારીપત્ર ભરવા પહોંચશે. અહીં અમિત શાહે જણાવ્યું હતું કે, બૂથ પર પોસ્ટર લગાવનારથી વિશ્વની સૌથી મોટી પાર્ટીનો અધ્યક્ષ ભાજપે બનાવ્યો છે.

સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કરશે. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શો દરમિયાન અમિત શાહ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર છે.

 

વિજય રૂપાણી- લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર સીટ પર વિક્રમજનક લીડથી જીતાડવાની ખાતરી આપી હતી અને દેશ ચિંતા કરવા કહ્યું હતું

પ્રકાશસિંઘ બાદલ- એનડીએની મોદી પછી ક્રેડિટ અમિત શાહને તેઓ ગ્રાસ રૂટ લીડર છે. મોદીએ પાંચ વર્ષમાં દેશની સેવા કરી છે, દેશનું નામ શક્તિઓમાં નામ કર્યું છે.

ઉદ્ધવ ઠાકરે એ મરાઠીથી ભાષણ શરૂ કર્યું- અમારા મતભેદ હતા પરંતુ સાથે બેઠા પછી કોઈ મતભેદ નથી રહ્યા. વિવાદો પુરા થઈ ગયા. અમારી વિચારધારા એક છે. હિન્દુત્વ શ્વાસ છે. દિલ મિલે ન મિલે હાથ ભલે ન મળે. અમારા દિલ મળી ગયા છે. પ્રધાનમંત્રી કોણ હશે તેમ કહેતા. ચૂંટણી આવે તો માહોલ ગરમ થાય છે. માહોલ અમારો જ છે. ભગવો ભગવો.

રાજનાથસિંહ- અમિત શાહ જંગી બહુમતીથી જીતશે, અહીંથી લાલકૃષ્ણ અડવાણી જીતતા આવ્યા હતા. અમિત શાહ માટે હું અમદાવાદ આવ્યો છું. મોદી સરકાર ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું. ભારત ટોપ 3 દેશોમાં આવી જશે. વડાપ્રધાનને વિરોધીઓ ગાળો આપે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અપશબ્દો બોલે છે. રાહુલ કહે છે ચોકીદાર ચોર છે. પરંતુ અમે કહીએ છીએ ચોકીદાર ચોર નહીં પ્યોર છે. મોદીનું પીએમ બનવાનું શ્યોર છે.
એનડીએના નેતા અને કેન્દ્રીય મંત્રીઓ જોડાયા: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પ્રમુખ પ્રકાશસિંઘ બાદલ, શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ શાહના નામાંકનમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા.

અમિત શાહ- મોદીજી સુધી નોર્થઈસ્ટમાં અવાજ જવો જોઈએ. તમામ સાથી પક્ષોનું સ્વાગત છે. 1982ના દિવસો યાદ આવ્યા છે. બૂથ પર પોસ્ટર લગાવતા આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. મારા જીવનમાંથી ભાજપને કાઢી દો તો શૂન્ય રહે. લાલ કૃષ્ણ અડવાણી જ્યાંથી સાંસદ રહ્યાથી મને ભાજપે ઉમેદવાર બનાવ્યો. ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી.

દુકાનો બંધ : શાહના શક્તિ પ્રદર્શનમાં વચ્ચે સરદાર પટેલના બાવલા પાસે 100 મીટરમાં તમામ દુકાનો, શોપિંગ કોમ્પલેક્સ અને બે હોસ્પિટલને પણ અસર થઈ હતી. જ્યારે 100 મીટર વિસ્તારમાં એક પણ વાહનના આવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જ્યારે ઉસ્માનપુરા અંડરબ્રિજને પણ બંધ રખાયો છે.

રોડ શોને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જેમાં 1100 થી વધુ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓનો કાફલો રહેશે. પોલીસ બંદોબસ્ત મા 01 આઈજી , 03 ડીસીપી , 07 એસીપી , 19 પીઆઇ , 120 પીએસઆઈ , 1100 પોલીસ કર્મચારીઆ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ , અમદાવાદ એસઓજી , અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પન રહેશે કડક સુરક્ષા આપશે જેથી કરી ને કોઈપણ પ્રકારનો અટકચાળો કે અગમ્ય પરિસ્થિતિનું નિર્માણ ના થાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments