Tuesday, September 28, 2021
Homeઅમિત શાહે કહ્યું- હિંદુ આતંકી ન હોય, સમજૌતા બ્લાસ્ટના નિર્ણયથી તે પુરવાર...
Array

અમિત શાહે કહ્યું- હિંદુ આતંકી ન હોય, સમજૌતા બ્લાસ્ટના નિર્ણયથી તે પુરવાર થયું

બિજનૌરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર વોટબેંકની રાજનીતિને લઈને દેશની સુરક્ષા સાથે રમત રમતાં હોવાનો આરોપ લગાવ્યો. તેઓએ કહ્યું કે- આ દેશમાં ક્યારેય હિંદુઓ પર ટેરરનું ટેગ લાગ્યું ન હતું, પરંતુ કોંગ્રેસ સરકારે હિંદુઓને બદનામ કર્યા.


સમજૌતા બ્લાસ્ટ મામલે હજુ પંચકૂલાની કોર્ટે નિર્ણય આપ્યો છે. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મનમોહનના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી. ત્યારે કહ્યું કે આ હિંદુ ટેરરનું ઉદાહરણ છે. પરંતુ કોર્ટના નિર્ણયથી આ પુરવાર થયું કે હિંદુ ક્યારેય આતંકી ન હોય શકે.

હિંદુ તો કિડિઓને લોટ પણ નાખે છે- શાહઃ અમિત શાહે કહ્યું કે હું રાહુલને પૂછવા માગુ છું કે આતંકને ધર્મથી જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. તમે વોટબેંકની રાજનીતિ રમીને હિંદુ ધર્મને બદનામ કર્યો. હિંદુ તો કિડિઓને પણ લોટ નાખે છે, તેઓ કોઈને મારી ન શકે. તે માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.

માર્જીન વધારીને વોટ કરવાની અપીલઃ શાહે કહ્યું- મોદીને વડાપ્રધાન બનાવવામાં પશ્ચિમ યુપીનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. તમામ બેઠક ભાજપને આપી હતી. આ વખતે ફરી આપવાની પરંતુ માર્જીન વધારીને. શાહે વધુમાં કહ્યું- “મોદીજીના ડરથી ભત્રીજો ફઈના ખોળામાં બેઠો છે. ભાજપની લહેર દેશમાં ચાલી રહી છે, લોકો મોદી મોદી કરી રહ્યાં છે. યુપીમાં જ્યારથી યોગી સરકાર આવી છે, ત્યારથી પલાયનવાદ બંધ થયું છે. ગુંડા-માફિયા જેલમાં પહોંચી ગયા છે. મોદી સરકારે દેશની મહિલાઓને સન્માન આપ્યું છે. સરકારે શેરડીના ખેડૂતોને તેમનો હક આપ્યો છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments