Friday, December 2, 2022
Homeઅમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, અરૂણ જેટલી પણ રહ્યા હાજર
Array

અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, અરૂણ જેટલી પણ રહ્યા હાજર

- Advertisement -

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. બપોરે બે વાગ્યાની આસપાસ તેમણે ગાંધીનગરમાં કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ સુપ્રત કર્યુ. આ સમયે નાણાંપ્રધાન અરૂણ જેટલી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ તેમજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા.

ટ્રાફિક જામ સર્જાયો

અમિત શાહ પોતાનું નામાંકન ભરવા ગાંધીનગર આવી રહ્યા છે તે પહેલાં કલેકટર કચેરીથી ગાંધીનગરના પથિકાશ્રમ સુધી ટ્રાફિક જામ થયો છે. ભાજપના કાર્યકર્તાઓ રસ્તા ઉપર આવી જતા ટ્રાફિક જામ થયો. ટ્રાફિક જામ થતા 3 એમ્યુટ્લન્સ પણ ફસાઈ હતી.

અમિત શાહનું ઠેર ઠેર કરાયું સ્વાગત

અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો લગભગ બે કલાક સુધી રોડ શો યોજાયો. 4 કિલોમીટર લાંબા રોડ શોમા ઠેર ઠેર અમિત શાહનું સ્વાગત કરાયુ. અમિત શાહના રથ પર સીએમ વિજય રૂપાણી કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપસ્થિત હતા. રોડ શો પહેલા વિજય રૂપાણી અને જીતુ વાઘાણીએ અમિત શાહને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. ભવ્ય રોડ શો કરીને ગાંધીનગર ઉમેદવારી પત્રક જવા રવાના થયા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular