અમિત શાહે દીદીને કહ્યુ કે, ‘કોલકાતા આવી રહ્યો છું હિંમત હોય તો ધરપકડ કરી લેજો’

0
25

પ્રશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જીભની લડાઇ વધારે તેજ બની ગઇ છે. જાધવપુરમાં અમિત શાહની રેલી રદ્દ કર્યા પછી ભાજપે મમતા બેનર્જી પર વાર કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ, શાહે બંગાળમાં આજે મમતા દીદી પર વાકબાણ ચલાવ્યા છે.

શાહે જૉયનગર લોકસભા બેઠક પર રેલી દરમિયાન જય શ્રીરામના નારા લાગાવ્યા અને ચેતવણી આપવાના અંદાજમાં કહ્યું, તેઓ કોલકાતા આવી રહ્યા છે, મમતા દીદી હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો.

અમિત શાહના મંચ પર આવતા જ જય શ્રીરામના નારા લગાવ્યા અને લોકોએ પણ સાથ આપ્યો. અમિત શાહે કહ્યું- “હું જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જઈ રહ્યો છું. મમતા દીદી તમારામાં હિંમત હોય તો અરેસ્ટ કરી લેજો.”

અમિત શાહે કહ્યું- કે તેમની પશ્ચિમ બંગાળમાં ત્રણ રેલીઓ હતી. તેમાં જાધવપુરમાં રેલી માટે આવવાનું હતું. શાહે કહ્યું- “જાધવપુર બેઠક મમતા બેનર્જીના ભત્રીજાની બેઠક છે માટે તેમણે મને રેલીની મંજૂરી ના આપી. બોલાવા દો કે ના બોલવા દો, બંગાળની જનતા નક્કી કરી ચૂકી છે કે લોકસભા ચૂંટણીમાં ટીએમસીને હરાવવાની છે.”

ભાજપ અધ્યક્ષ મમતા બેનર્જી અને તેમનો ભત્રીજા પર વાર કરીને તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ પોતાના ભત્રીજાની સાથે મળીને સિન્ડિકેટ બનાવી છે. લોકો પાસે વગર કારણે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે, મમતા “ભત્રીજો ટેક્સ” લઈ રહ્યા છે.

અમિત શાહે કહ્યુ, દુર્ગા પૂજા પ્રશ્ચિમ બંગાળની ઓળખ છે. મમતા બેનર્જીએ દુર્ગા પૂજા કરવા પર રોક લગાવી દીધી છે. સરસ્વતી પૂજા કરે તો મમતા ગુંડા મારામારી કરે છે. શ્રીરામ નથી બોલી શકતા, કારણ કે મમતા દીદીને ઘૂસણખોરોના મત જોઈએ છે.” આ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 23 લોકસભા બેઠક મળી તો ફરીથી અહીં શાન સાથે દુર્ગા પૂજા થશે કારણ કે ભાજપ અહીં આવો માહોલ આપશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here