અમિત શાહ અમદાવાદમાં ઉજવશે ઉત્તરાયણ, ચૂંટણીમાં ‘રાજકીય પેચ’ લડાવવા બનાવશે વ્યૂહરચના

0
30

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ અમદાવાદમાં જ ઉત્તરાયણ ઉજવણી કરશે. ઉત્તરાયણ નિમિત્તે અમિત શાહ અમદાવાદમાં આવશે. પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. પતંગની સાથે અમિત શાહ રાજકીય પેચ લડાવી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા કરી શકે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પણ બેઠક કરશે. 13 જાન્યુઆરીએ રાત્રીના અમદાવાદ આવશે. આ રીતે  એક દિવસના રોકાણ બાદ દિલ્હી પરત ફરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 13ની રાત્રીએ અમદાવાદ આવશે 14 જાન્યુઆરી દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અમિત શાહ અમદાવાદના ભાજપના કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણે છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીની સાથો સાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજશે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ચર્ચા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here