અમિત શાહ ગૃહમંત્રી બન્યાં અને હાર્દિક પટેલને મેસેજ આવવા લાગ્યાં, ટ્વિટ કરીને જણાવ્યું

0
46

કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે.

કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું હતું કે, “અમિત શાહ ગૃહમંત્રી બન્યાં છે જેથી હું મારી શુભકામનાઓ તેમને પાઠવું છું. પરંતુ આજે કેટલાંક ભક્તોનાં મેસેજ આવ્યાં કે હવે તમારું શું થશે હાર્દિક. એટલે કે અમિત શાહનાં ગૃહ પ્રધાન બન્યા પછી ભક્ત ખૂબ ખુશ છે. આપણાં જેવા યુવાનો જે ભાજપ સામે લડશે તેવાં યુવાઓને શું મારી દેવામાં આવશે? ચાલો ભગવાનની જેવી ઇચ્છા!

રાજ્યની તમામ 26 બેઠકો ભાજપનાં ભાગમાં આવી. આ પરિણામો આવ્યા બાદ હાર્દિક પટેલે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉ ઉપર મુજબ ટ્વિટરમાં લખ્યું હતું કે, “કૉંગ્રેસ નહીં… બેરોજગારી હારી છે. શિક્ષણ હાર્યું છે. ખેડૂત હાર્યો છે. સ્ત્રીનું સમ્માન હાર્યુ છે. સામાન્ય લોકો સાથે જોડાયેલ તમામ મુદ્દા હાર્યા છે. સાચુ કહું તો હિંદુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓની લડાઇને હું સલામ કરું છું. લડેંગે ઔર જીતેંગે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here