Thursday, August 5, 2021
No menu items!
Homeઅમિત શાહ ને જ કેમ આપવામાં આવી ગાંધીનગર ની ટિકિટ ? આ...
Array

અમિત શાહ ને જ કેમ આપવામાં આવી ગાંધીનગર ની ટિકિટ ? આ કારણે કપાયું અડવાણીનું પત્તું

બીજેપીએ ગુરુવારે લોકસભા ચૂંટણીની કુલ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં ગાંધીનગરની બહુ ચર્ચિત સીટ પરથી લાલકૃષ્ણ અડવાણીની જગ્યા પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ટિકિટ મળી છે. બીજેપીની રાજનીતીના ‘પિતામહ’ ગણવામાં આવતા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કપાવવાને લઈને પાર્ટીમાં હલચલ છે અને સોશિયલ મીડિયા પર પણ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના બીજેપી એકમે ગાંધીનગરથી કોઈનું નામ જ મોકલ્યું ન હતું. ગાંધીનગરથી કોન ચૂંટાઈને આવશે, રાજ્ય નેતૃત્વએ તેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ પર છોડ્યો હતો. હકીકતે રાજ્ય યુનિટના મોટા ભાગના નેતા ગાંધીનગર સીટથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડતા જોવા માંગતા હતા.

ભાજપે ગાંધીનગર સીટથી ફરી રાષ્ટ્રીય નેતૃત્વ ધરાવતા અને ગુજરાતના જ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીના કાર્યકર્તાઓની પણ માગ હતી કે આ વખતે મોદી અથવા તો શાહ આ બંનેમાંથી એક ઉમેદવાર મેદાનમાં ઉતરે. પાર્ટીના નિરીક્ષક નિમાબેન આચાર્યએ કહ્યું કે, મોટાભાગના કાર્યકર્તાઓની માગ હતી કે અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે. તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપે 16 માર્ચે પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓનો મત જાણવા માટે ગાંધીનગરમાં સુપરવાઇઝરને મોકલવાના હતા અને તેમાંથી મોટા ભાગે શાહનો પક્ષ લીધો. પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અડવાણીએ છ વખત ગાંધીનગર જીત મેળવી ચુક્યા છે.

ગાંધીનગર સંસદીય સીટની હેઠળ જ નારણપુરીથી અમિત શાહ ધારાસભ્ય રહી ચુક્યા છે. હાલમાં અમિત શાહ રાજ્યસભા સાંસદ છે. પાર્ટી નેતાઓનું માનવું હતું કે અમિત શાહના લડવાથી ગુજરાતમાં ‘મિશન 26’ પુરુ થઈ શકે છે. આમ તો પાર્ટીની એક બેઠક બાદ એમ કહેવામાં આવ્યું હતું કે માર્ગદર્શક મંડળના સદસ્ય 91 વર્ષીય અડવાણી અને મુરલી મનોહર જોશીને લડવાનો નિર્ણય તેમના પર છોડવામાં આવ્યો છે.

હાલાં જ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાર્ટીએ તેને લઈને સંપર્ક કર્યો છે. કલરાઝ મિશ્રાએ ભાજપમાં ટિકિટ ઘોષિત થયા પહેલા જ સમજીને ચૂંટણી ન લડવાની ઘોષણા કરી દીધી હતી. પાર્ટીએ હજુ સુધી કાનપુર સીટ પરનો ઉમેદવાર નક્કી નથી કર્યો. આ સીટ મુરલી મનોહર જોશીની છે. અડવાણીની ટિકિટ કટ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે પર્ટી જોશીની જેમ કોઈ બીજાને આ સીટ પર ઉતારી શકે છે. જોકે આ પહેલા બીજેપીએ જણાવ્યું હતું કે 75થી વૃદ્ધ નેતા ચૂંટણી લડી શકે છે પરંતુ મંત્રી પદ અથવા સંગઠનમાં પદ નહીં મેળવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments