Tuesday, September 28, 2021
Homeઅમિત શાહ સામે શંકરસિંહ વાઘેલા અથવા ડૉ.જીતુ પટેલને મેદાનમાં ઉતારવા તૈયારી
Array

અમિત શાહ સામે શંકરસિંહ વાઘેલા અથવા ડૉ.જીતુ પટેલને મેદાનમાં ઉતારવા તૈયારી

અમદાવાદઃ દેશની હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સમાધાનની રણનીતિના ભાગરૂપે આ બેઠક પર અમિત શાહના ગુરૂ અને એનસીપીના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાને ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ આ પહેલા કોંગ્રેસે અમિત શાહ સામે પાટીદાર ઉમેદવાર ડૉ.જીતુ પટેલને લડાવવા માટેની પણ એક અલગ પ્રકારની હિલચાલ શરૂ કરી છે, કેમ કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ વિરોધ અમિત શાહ સામે ઉઠ્યો હતો અને આંદોલનકારીઓ અમિત શાહને જનરલ ડાયરનું ઉપનામ આપીને આંદોલનમાં શહીદ થયેલા યુવાનો માટે અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા.

અમિત શાહ પ્રત્યે પાટીદારોમાં પ્રવર્તતી નારાજગીની સાથે ગાંધીનગર લોકસભામાં આવી પાંચ વિધાનસભામાં સૌથી વધુ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે, ત્યારે અમિત શાહ સામે ડૉ.જીતુ પટેલ જેવા સેવાભાવી પાટીદાર આગેવાન અને વર્ષોથી ભાજપની રણનીતિના જાણકારને ઉતારવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. આ અગાઉ ડૉ.જીતુ પટેલ ભાજપમાંથી સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસ દ્વારા અમિત શાહ સામે પાટીદાર ડૉ.જીતુ પટેલના નામ અંગે કોઈ નિર્ણય ન લેવાય તો એનસીપી સાથે સમાધાન કરીને ગાંધીનગર લોકસભા બેઠક પરથી જો શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડવા તૈયાર થાય તો કોંગ્રેસ આ બેઠક છોડી દઈ એનસીપીના ઉમેદવારને જીતાડવા માટે કામ લાગી જશે. જો એનસીપીના ઉમેદવાર ગાંધીનગર લોકસભા લડે તો ભાજપ પાસે કોંગ્રેસને ગાળો દેવાનો મુદ્દો પુરો થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments