અમિત શાહ સોમનાથ બાદ સાદરામાં જક્ષણી માતાના દર્શને, PM મોદી બદ્રીનાથના શરણે

0
42

લોકસભા ચૂંટણી 2019ના સાતમાં અને છેલ્લા તબક્કાનું આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેઓ સોમનાથ મહાદેવ અને સાદરામાં જક્ષણી માતાના દર્શને પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન માટે નિકળી ગયા છે. પીએમ મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા હતા. ત્યારબાદ રવિવારે બદ્રીનાથ ધામ પહોંચ્યા.

અંતિમ તબક્કાના મતદાન પહેલા અમિત શાહ અને પીએમ મોદી શિવના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓએ મહાદેવને મહાભિષેક કરી પૂજા અર્ચના કરીને જીત માટે આર્શિવાદ મેળવ્યાં હતા.

જક્ષણી મંદિરે કર્યા દર્શન
આજે અમિત શાહે ગાંધીનગરના સાદરાની મુલાકાત લીધી હતી. સાદરામાં જક્ષણી માતાના મંદિરે દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરે દર્શન બાદ જક્ષણી માતાના આશિર્વાદ લીધા હતા.

અમિત શાહે કર્યા સોમનાથ મહાદેવના દર્શન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇકાલે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. અમિત શાહ પરિવાર સાથે હેલિકોપ્ટરથી રાજકોટથી સોમનાથ પહોંચ્યા જ્યાં તેઓએ મહાદેવને મહાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી.

કેદારનાથ બાદ બદ્રીનાથના દર્શને મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ બાદ રવિવારે બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદરી વિશાલના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી. સવારે કેદારનાથના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી બદ્રીનાથ પહોંચ્યા. મંદિર પરિસરમાં પ્રવાશ કરવા પર મંદિરના તીર્થ પુરોહિતોએ તેમનું સ્વાગત કર્યું, ત્યારબાદ મોદીએ મંદિરના ગર્ભગૃહમાં જઇને ભગવાન વિષ્ણુની આરાધના કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here