અમીરગઢ માં ખુલ્લેઆમ દારૂ બનાવવામાં વપરાતા પદાર્થ નું ખુલ્લેઆમ વેચાણ .

0
46
બનાસકાંઠા જિલ્લા નાં અમીરગઢ પંથકમાં દારૂ બનાવવાનો ગોળ અને ફટકડીનો મોટો જથ્થો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના છેવાડાનો અને રાજસ્થાન બોર્ડર અડીને આવેલો અમીરગઢ તાલુકાના અમીરગઢ જેવા ગામમાં દારૂના ગોળની અને ફટકડી નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે જોવા જઈએ તો રાજ્ય સરકાર ગરીબ લોકો ને સુધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી. નશાબંધી જેવા અભિયાન ચલાવી રહી છે. ત્યારે આવા લાલચુ વેપારીઓ ખુલ્લેઆમ કોઈના થી ડર્યા વગર આવા અખાધ પદાર્થ નું મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો તંત્રની રહેમ નજર હેઠળ આ અખાધ પદાર્થનું વેચાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
અહેવાલ : સંજયસિંહ રાઠોડ,CN24NEWS બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here