Sunday, November 28, 2021
Homeઅમેરિકાઃ ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કર્યો, 5 લોકોના મોત
Array

અમેરિકાઃ ફ્લોરિડાની બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કર્યો, 5 લોકોના મોત

મિયામી: ફ્લોરિડાની એક બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કર્યો હતો. તેના કારણે 5 લોકોના મોત થયા છે. હાલ ગોળીબાર કરવાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

આરોપીની ધરપકડ

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સબરિંગ વિસ્તારના પોલીસ ચીફે કાર્લ હોલગંડના જણાવ્યા પ્રમાણે- હુમલામાં ઓછા ઓછા પાંચ લોકોના મોત થયા છે. મને લાગે છે કે કોઈ પણ કારણ વગર આ લોકોની હત્યા કરવામાં આવી છે.

અમેરિકામાં ગયા વર્ષથી જાહેર જગ્યાઓ પર ગોળીબારની ઘટનામાં વધારો થયો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે-2017માં અમેરિકાએ ગન વાયોલન્સના કારણે 40 હજાર લોકોના મોત થયા છે.

ગંભીર સમસ્યા હોવા છતાં અમેરિકન સાંસદ આ વિશે કડક કાયદો લાવવામાં નિષ્ફળ રહી છે. યુએસની તાકાતવર નેશનલ રાઈફલ એસોસિયેશન લોબી અને તેના સમર્થકના સંઘીય સ્તર પર બંદૂક કાયદાનો વિરોધ કરે છે.

50 વર્ષમાં 15 લાખ લોકોના મોત

છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બંદૂકથી 50 લાખ લોકોના મોત થયા છે. તેમાં માસ શૂટિંગ અને હત્યા સંબંધિત 5 લાખ લોકોના મોત થયા છે. તે સિવાય આત્મહત્યા, ભૂલથી ચાલેલી ગોળી અને કાયદાકીય કાર્યવાહીમાં લોકોના મોત થયા છે.

હકીકતમાં અમેરિકામાં હથિયાર રાખવું એ પોતાનો હક ગણાય છે.સરળતાથી લોકો સ્ટોરમાંથી હથિયાર ખરીદી શકે છે. અમેરિકન ગન ઈન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 91 હજાર કરોડ છે.

અમેરિકામાં અંદાજે 31 કરોડ હથિયાર

સમગ્ર વિશ્વની કુલ સિવિલિયન ગનમાંથી 48 ટકા માત્ર અમેરિકા પાસે છે. અમેરિકનો પાસે અંદાજે 31 કરોડ હથિયાર છે. 89 ટકા અમેરિકન લોકો તેમની પાસે બંદૂક રાખે છે. તેમાંથી 66 ટકા લોકો એક કરતાં વધારે બંદૂક રાખે છે. 2.65 લાખ લોકો ગન વેપાર સાથે જોડાયેલા છે.અમેરિકન ઈકોનોમીમાં હથિયારનું વેચાણ રૂપિયા 90 હજાર કરોડનું છે. દર વર્ષે એક કરોડથી વધારે રિવોલ્વર, પિસ્ટલ જેવી બંદૂકો અહીં બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments